MORBI:મોરબી સેવાસદનમાં ACBનો સપાટો: ૨૫ હજારની લાંચ લેતા વર્ગ-૧ના નાયબ નિયામક અને ડ્રાઇવર રંગેહાથ ઝડપાયા ​

MORBI:મોરબી સેવાસદનમાં ACBનો સપાટો: ૨૫ હજારની લાંચ લેતા વર્ગ-૧ના નાયબ નિયામક અને ડ્રાઇવર રંગેહાથ ઝડપાયા

​

મોરબીના લાલબાગ સેવા સદન ખાતે એન્ટિ કરપ્શન બ્યુરો (ACB)એ છટકું ગોઠવીને ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના વર્ગ-૧ના નાયબ નિયામક તેમજ તેમના મળતિયા ખાનગી ડ્રાઇવરને ₹૨૫,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.

​વિગતો મુજબ, ફરિયાદી ફેક્ટરી એક્ટ મુજબ કન્સલ્ટિંગ/એડવાઇઝર તરીકે કામ કરે છે. તેઓને ફેક્ટરીના નકશા મંજૂર કરાવવા તેમજ કચેરી તરફથી ફેક્ટરીની મુલાકાત (વિઝિટ) દરમિયાન કોઈ હેરાનગતિ ન થાય તે માટે નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય તથા ડેપ્યુટી ચીફ ઇન્સ્પેક્ટર કમ ફેસિલિટેટર ફોર ફેક્ટરીઝ (વર્ગ-૧) જતિનભાઈ સુરેશચંદ્ર આદેસરા (ઉં.વ. ૪૩, રહે. રાજકોટ) દ્વારા ₹૨૫,૦૦૦ની લાંચની માંગણી કરવામાં આવી હતી.

​ફરિયાદી લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી તેમણે મોરબી ACBનો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આરોપી જતિન આદેસરાએ આ લાંચની રકમ તેના ખાનગી ડ્રાઇવર અજયસિંહ નાથુભા ઝાલા (ઉં.વ. ૨૮, રહે. રાજકોટ)ને આપવા જણાવ્યું હતું.

​ફરિયાદના આધારે મોરબી ACB પી.આઈ. પી. એ. દેકાવાડિયા અને તેમની ટીમે લાલબાગ સેવા સદન ખાતે આવેલી કચેરીના કમ્પાઉન્ડમાં નીચેના ભાગે લાંચનું છટકું ગોઠવ્યું હતું. અધિકારી જતિન આદેસરાની હાજરીમાં ડ્રાઇવર અજયસિંહ ઝાલાએ ફરિયાદી પાસેથી ₹૨૫,૦૦૦ની લાંચ સ્વીકારતા જ ACBની ટીમે બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા.

​ACB ટીમે બંને આરોપીઓને કસ્ટડીમાં લઈ લાંચ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વર્ગ-૧ના ઉચ્ચ અધિકારી લાંચ લેતા ઝડપાતા સરકારી વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો