અગ્નિવીર CLK/SKT ભરતી રેલી 12 ઓક્ટોબરે મહારાષ્ટ્રના વિસાપુર ખાતે યોજાશે

અગ્નિવીર CLK/SKT ભરતી રેલી 12 ઓક્ટોબરે મહારાષ્ટ્રના વિસાપુર ખાતે યોજાશે

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર આર્મી રિક્રૂટિંગ ઓફિસ હેઠળ 13 જિલ્લાઓ અને કેન્દ્રસાશિત દીવના ઉમેદવારો ભાગ લઈ શકશે

રાજકોટ, તા. 5 ઓક્ટોબર, 2026: ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવા ઇચ્છતા ઉમેદવારો માટે અગત્યની જાહેરાત કરવામાં આવી છે. આર્મી રિક્રૂટિંગ ઓફિસ (ARO), નાગપુર દ્વારા તા. 12 ઓક્ટોબર, 2026ના રોજ તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વિસાપુર, જિલ્લા ચંદ્રપુર (મહારાષ્ટ્ર) ખાતે અગ્નિવીર CLK/SKT ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

 

આ ભરતી રેલી ARO જામનગર હેઠળ આવતા 13 જિલ્લાઓ અને 1 કેન્દ્રશાસિત પ્રદેશ (UT), દીવના શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો માટે યોજાશે. તેમાં જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, બોટાદ, મોરબી, દેવભૂમિ દ્વારકા અને પાટણ — એમ કુલ 13 જિલ્લાઓ, તેમજ દીવ (UT)નો સમાવેશ થાય છે.

 

12 ઓક્ટોબરના રોજ રાત્રે 00:15 કલાકે રિપોર્ટિંગ:

ઉપરોક્ત *13 જિલ્લાઓ અને દીવ (UT)*ના અગ્નિવીર CLK/SKT કેટેગરીના ઉમેદવારોએ તા. 12 ઓક્ટોબર, 2026ના રોજ 00:15 કલાકે નિર્ધારિત સ્થળે રિપોર્ટ કરવાનું રહેશે.

 

ભરતી રેલી માટેના એડમિટ કાર્ડ તમામ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોના રજિસ્ટર્ડ ઈ-મેલ સરનામે 10 ઓગસ્ટ, 2026ના રોજ મોકલી આપવામાં આવ્યા છે. ઉમેદવારોએ પોતાનું રેલી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે Join Indian Armyની સત્તાવાર વેબસાઇટ www.joinindianarmy.nic.in પર પોતાના Username અને Password વડે લોગિન કરવાનું રહેશે.

 

વધુ માહિતી અથવા પૂછપરછ માટે ઉમેદવારો આર્મી રિક્રૂટિંગ ઓફિસ, જામનગરનો 0288-2550346 / 8866976188 નંબર ઉપર સંપર્ક કરી શકાશે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો