૧૫ વર્ષથી અવિરત ચાલતી પરંપરા: જગાણા થી પાવાગઢ પગપાળા રથયાત્રાનો પ્રસ્થાન

5 નંબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુર તાલુકાના જગાણા ગામે ઠાકોર સમાજની ૧૫ વર્ષ જૂની પરંપરા મુજબ આથમણી શેરી, ઠાકોરવાસ દ્વારા જગાણા થી પાવાગઢ પગપાળા રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આજ રોજ મહાકાળી માતાજીના નાદ સાથે રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.આ પ્રસંગે *મહાકાળી યુવક મંડળના પ્રમુખશ્રી ઠાકોર પરેશજી કાંતીજી, ઉપપ્રમુખશ્રી ઠાકોર ચેતનજી જેસુંગજી, ખજાનચીશ્રી ઠાકોર કાંતીજી સરદારજી, મહાકાળી મંદિર ટ્રસ્ટના પ્રમુખશ્રી પ્રકાશજી રામજીજી, બાવીસી ઠાકોર સમાજ ટ્રસ્ટના સભ્યશ્રી જકશીજી એલ.ઠાકોર, તેજમલજી ઠાકોર (વકીલ), ઠાકોર હજુરજી,શંકરજી ઠાકોર, નાથુજી ઠાકોર, ચેલાજી ઠાકોર સહિત સમગ્ર ઠાકોરવાસ, આથમણી શેરીના આગેવાનો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.પદયાત્રીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર જગાણા ગામે રથયાત્રાને વધાવી લઈ “જય માતાજી” ના નાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો