નારણ ગોહિલ લાખણી

લાખણી તાલુકા બાર એસોસિએશન દ્વારા તા. ૫ સપ્ટેમ્બરના રોજ જાહેર સભા યોજવામાં આવી હતી. જેમાં ભાડા વિધેયક-2026 અંગે ચર્ચા કરવામાં આવી હતી. એસોસિએશનના જણાવ્યા મુજબ નવા વિધેયકના કારણે ગુજરાત રાજ્યના તમામ પક્ષકારો તેમજ વકીલોને મુશ્કેલી પડે તેવા સંજોગો ઊભા થઈ શકે છે.
સભામાં નવા કાયદાના વિરોધ સાથે તેમાં જરૂરી સુધારા-વધારા કરવાની માંગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વકીલોએ જણાવ્યું હતું કે નવા કાયદાની જોગવાઈઓના કારણે પક્ષકારો તેમજ વકીલોને મુશ્કેલી પડી શકે તેમ હોવાથી કાયદામાં જરૂરી ફેરફારો કરવા સરકાર સમક્ષ રજૂઆત કરવી જરૂરી છે. આ મુદ્દે લાખણી તાલુકા બાર એસોસિએશને વિરોધ નોંધાવવાનો નિર્ણય કર્યો છે.
આ અંગે યોજાયેલી સામાન્ય સભામાં તા. 5 ઓક્ટોબર 2026અને જાહેર સભા મા જય સુધી સરકાર ભાડા વિધેયક 2026 પાછુ ના ખેચે ત્યાં સુધી કોર્ટ ના કામ થી અળગા રહેવા નો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે. જય સુધી બીજો આદેશ ના થાય ત્યાં સુધી અળગા રહેવા નો ઠરાવ કરવા મા આવ્યો છે











