મારા સાથીઓને હેરાન કરવાને બદલે સીધા મારી જ ધરપકડ કરો. હું અહીં જ બેઠો છું : અભિજીત દીપકે

મહારાષ્ટ્રમાં સામાજિક કાર્યકર્તા અને નેતા અભિજીત દીપકેના ઘરની બહાર સાદા કપડામાં 50થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. તેમની પ્રસ્તાવિત પ્રેસ કોન્ફરન્સથી બરાબર પહેલા થયેલી આ અચાનક પોલીસ કાર્યવાહીથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. પ્રશાસન તરફથી આ સુરક્ષા વધારવા પાછળનું કોઈ સત્તાવાર કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અભિજીત દીપકેએ પોલીસ અને સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. દીપકેએ દાવો કર્યો કે મહારાષ્ટ્ર પોલીસ દ્વારા તેમના કાર્યકર્તાઓને નોટિસ મોકલીને દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાનાર આંદોલનમાં ન જવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે સવાલ કર્યો કે “ચંદ્રપુર પોલીસને પહેલેથી કેવી રીતે ખબર કે હિંસા થવાની છે?”. તેમણે કહ્યું કે, “હું દેશભરમાં મહારાષ્ટ્ર પોલીસના વખાણ કરું છું, પણ આજે મહારાષ્ટ્ર પોલીસે મારું દિલ તોડી નાખ્યું છે. તમે દિલ્હી પોલીસ જેવું વર્તન ન કરો.”

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે મારા સાથીઓને હેરાન કરવાને બદલે સીધા મારી જ ધરપકડ કરો. હું અહીં જ બેઠો છું, તમને જે કાયદો લગાવવો હોય તે લગાવી લો. દીપકેએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની માગણી કરી છે અને કહ્યું કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય, તો દેશભરમાં જંતર-મંતર ઊભા થઈ જશે.

આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે કોકરોચ જનતા પાર્ટી (CJP)એ મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ ‘ઈન્ડિયા’ ગઠબંધન અને યુવા વર્ગના વિરોધ પ્રદર્શનોનું સમર્થન કર્યું છે. CJPના સહ-સંયોજક સૌરવ દાસએ સ્પષ્ટ કર્યું છે કે આગામી 10 ઓક્ટોબરના રોજ યોજાનારું પ્રદર્શન માત્ર કોઈ એક પક્ષ કે સંગઠનનું નથી, પરંતુ તે દેશના યુવાનો અને ‘જન-ઝી’ (Gen-Z) નું આહ્વાન છે. લોકતાંત્રિક વ્યવસ્થામાં દરેક નાગરિકને શાંતિપૂર્ણ રીતે પોતાના હકો માટે અવાજ ઉઠાવવાનો અધિકાર હોવાનું તેમણે જણાવ્યું હતું.

ઘરની આસપાસ પોલીસ કાફલો ગોઠવી દેવાયો હોવા છતાં, પોલીસ પ્રશાસન દ્વારા કોઈ ખાસ ખતરા કે સુરક્ષાના કારણો અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે, જ્યારે દીપકેના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો