નારણ ગોહિલ લાખણી

વાવ-થરાદ જિલ્લા ના લાખણી તાલુકા ના વાસણા (વાતમ) ગામે વિસ્તાર માં વોલ્ટેજ ઓછો રહેતો હોવા અંગે વારંવાર રજૂઆતો બાદ ગુજરાત સરકાર દ્વારા 66 KV સબ સ્ટેશન મંજૂર કરી આપવામાં આવ્યું હતું. પરંતુ અફસોસ, 66 KV સબ સ્ટેશન ચાલુ થયાને બે થી ત્રણ મહિના વીતવા આવ્યા છતાં વાસણા ગામ નું ફીડર જોડવામાં ugvcl લાખણી આનાકાની કરી રહ્યું હોવા ના લોકો ના દાવા
આજે પણ વાસણા વિસ્તાર માં સુધા ફીડર ના ધાંધિયા યથાવત છે. ગ્રામજનો દ્વારા વારંવાર ટેલિફોનિક અને મૌખિક રજૂઆતો કરવા છતાં લાખણી વિદ્યુત બોર્ડ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. સુધા ફીડર જોડવા માં ક્યાં ગ્રહ ની નડતર છે? તેવા સવાલો ગ્રામજનો ઉઠાવી રહ્યા છે.
સરકાર 24 કલાક વીજળી પૂરી પાડવા ના દાવા કરે છે, પરંતુ જમીની હકીકત એ છે કે લાખણી ના વાસણા માં વારંવાર વીજળી ડૂલ થવી, ફોલ્ટ અને ઓછા વોલ્ટેજ ના કારણે સામાન્ય જનતા ને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
ગ્રામજનો ના જણાવ્યા મુજબ, અવારનવાર ફોલ્ટ સર્જાતા સુધા ફીડર નો વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. ખાસ કરી ને સાંજ ના સમયે ભોજન બનાવવા ના અને બાળકો ના અભ્યાસ ના મહત્વ ના સમયે વીજળી ગુલ થઈ જતા વિસ્તાર ના લોકો ને ભારે મુશ્કેલી પડે છે.
સુધા ફીડર એ વાતમ ફીડર માં થી આવતી હોવા થી લાઈન ખૂબ જ લાંબી છે, જેથી હાલ ચોમાસા માં વારંવાર ફોલ્ટ નો પ્રોબ્લેમ વધારે રહે છે.
તેથી લાખણી વિદ્યુત બોર્ડ ને ગ્રામજનો ની માંગ છે કે, તાત્કાલિક ધોરણે વાસણા 66 KV માં થી સુધા ફીડર અને જાલોઢા ફીડર ને જોઈન કરવામાં આવે, જેથી વીજ લાઈન નો ભાર ઘટે અને વારંવાર ફોલ્ટ ના પ્રોબ્લેમ નો અંત આવે.
ગ્રામજનો એ વધુ માં જણાવ્યું હતું કે, આ સમસ્યા નું આગામી 7 દિવસ માં તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો ગામ ના લોકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવા મજબૂર થવું પડશે એવા ગ્રામ જનો દ્વારા લોક મુખે ચર્ચા એ જોર પકડ્યું









