ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી પ્રેરિત અને શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ તથા જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ની કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાની ગ્રામીણ આઈ.ટી.ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વિઝનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં માહિતી પ્રૌદ્યોગિકી,ડિજિટલ જ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યે જાગૃતિ તથા રસ વધારવાનો હતો. આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના વિવિધ શાળાઓમાંથી આશરે ૧૩૦ વિદ્યાર્થીઓ અને ૩૦ જેટલા શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ આઈ.ટી અને ટેક્નોલોજી સંબંધિત પ્રશ્નોત્તરીમાં ભાગ લઈ પોતાની જ્ઞાનક્ષમતા અને પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આશિષભાઈ મહિડા, AEI, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, જૂનાગઢ, માતંગભાઈ પુરોહિત, પ્રેમાનંદ વિદ્યા સંકુલ, જૂનાગઢ તથા શ્રી મહેશભાઈ તેરૈયા ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાના પરિણામના આધારે રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે કુલ ૧૨ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. પસંદ થયેલા વિદ્યાર્થીઓ હવે રાજ્ય કક્ષાએ જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. કાર્યક્રમના અંતે તમામ સહભાગી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા શિક્ષણવિદ્ શ્રી ગિજુભાઈ ભરાડ સાહેબે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા તથા રાજ્ય કક્ષાએ જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંચાલક પ્રતાપસિંહ ઓરા, શ્રદ્ધાબેન કચોટ અને રીનાબેન મકવાણા સહિત કેન્દ્રની ટીમે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. તેવી અખબારી યાદીમાં જણાવ્યું હતું

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ











