MORBI:મોરબી મહાનગરપાલિકા ફાયર વિભાગ એક્શન મોડમાં: શાળામાં ૧૦૦ વિદ્યાર્થીઓને અપાઈ ટ્રેનિંગ, ખામીયુક્ત બિલ્ડિંગોને ફટકારાઈ નોટિસ

MORBI:મોરબી મહાનગરપાલિકા ફાયર વિભાગ એક્શન મોડમાં: શાળામાં ૧૦૦ વિદ્યાર્થીઓને અપાઈ ટ્રેનિંગ, ખામીયુક્ત બિલ્ડિંગોને ફટકારાઈ નોટિસ

મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન વિભાગ દ્વારા શહેરમાં અગ્નિ સુરક્ષા વધારવા અને જાન-માલનું રક્ષણ કરવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. તા. ૩૦/૦૯/૨૦૨૬ થી ૦૬/૧૦/૨૦૨૬ દરમિયાન ફાયર શાખા દ્વારા વિવિધ પ્રિવેન્શનલ પગલાં, જાગૃતિ અભિયાન અને રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટીની તાલીમ અને બિલ્ડિંગોનું ચેકિંગ

અગ્નિશમન શાખા દ્વારા એક શાળાના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને ફાયર પ્રિવેન્શન અને આગની કટોકટી વખતે બચાવ કામગીરી અંગે વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત, શહેરમાં વિવિધ બિલ્ડિંગોના ફાયર સેફ્ટી સર્ટિફિકેટ તેમજ ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલેશનનું આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ફાયર સેફ્ટીમાં ખામી કે અપૂરતી વ્યવસ્થા ધરાવતી બિલ્ડિંગોને નિયમ મુજબ નોટિસ ફટકારી જરૂરી સૂચનો અને માર્ગદર્શિકા આપવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન પ્રાપ્ત થયેલી ૧ ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) અરજીને આગળની કાર્યવાહી અર્થે આર.એફ.ઓ. (RFO) કચેરી ખાતે મોકલવામાં આવી છે.

૫ ફાયર અને ૧ રેસ્ક્યુ કોલ પર તાત્કાલિક કામગીરી આ સપ્તાહ દરમિયાન ફાયર વિભાગને મળેલા ૫ ફાયર કોલ અને ૧ રેસ્ક્યુ કોલ પર જવાનોએ ત્વરિત પહોંચીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને સંભવિત મોટી જાનહાનિ અટકાવી હતી.

ફાયર વિભાગનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ લાવવાનો, સુરક્ષા સાધનોના યોગ્ય ઉપયોગની સમજ આપવાનો અને કટોકટી સમયે નુકસાન ન્યૂનતમ રાખવાનો છે.

ઇમરજન્સી હેલ્પલાઇન નંબર:કોઈ પણ પ્રકારની આગ કે આપાતકાલીન પરિસ્થિતિ વખતે તાત્કાલિક મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસનો સંપર્ક કરવો:લેન્ડલાઈન: (૦૨૮૨૨) ૨૩૦૦૫૦ ટોલ ફ્રી નંબર: ૧૦૧ અથવા ૧૧૨

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો