પાલેજ ટાઉન સહિત કંબોલી, કૉઠી – વાતરસા, કુરચણ, માંકણ ગામોમાંથી ૨૪.૦૯ લાખની વીજચોરી ઝડપાઇ…

સમીર પટેલ, ભરૂચ 

પાલેજ ::  ભરૂચના પાલેજ ટાઉન સહિત કંબોલી, કૉઠી – વાતરસા, કુરચણ તેમજ કરજણના માંકણ ગામમાં વીજ કંપનીની ટીમો દ્વારા સઘન વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. વીજ ચેકીંગના પગલે ઉપરોક્ત ગામોમાં વ્હેલી સવારે લોકો ગાઢ નિંદ્રામાંથી સફાળા જાગી ગયા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના પાલેજ DGVCL વિભાગીય કચેરીના તાબા હેઠળ આવેલા પાલેજ ટાઉન સહિત કંબોલી, કૉઠી – વાતરસા, કુરચણ, માંકણ ગામમાં વીજ કંપનીની ૨૪ ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે સઘન વીજ ચેકીંગ હાથ ધર્યું હતું.વીજ કંપની દ્વારા ઉપરોક્ત ગામોમાં ૬૧૦ વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી જેમાંથી ૨૮ જોડાણોમાં ગેરરીતિ સામે આવી હતી. ઉપરોક્ત ત્રણ ગામમાંથી ૨૪.૦૯ લાખની વીજ ચોરી ઝડપાઇ હતી. ઉપરોક્ત ગામોમાં વીજ કંપની દ્વારા સઘન વીજ ચેકીંગના પગલે  વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે…

 

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો