નર્મદા : ખેલ મહાકુંભ-2026 અંતર્ગત રાજપીપલામાં તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ

નર્મદા : ખેલ મહાકુંભ-2026 અંતર્ગત રાજપીપલામાં તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ

 

U-14, U-17 અને ઓપન વિભાગમાં 450થી વધુ રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

રમતગમત ક્ષેત્રે નર્મદા જિલ્લાના યુવા ખેલાડીઓને પ્રોત્સાહન અને પ્રતિભાને યોગ્ય મંચ પૂરું પાડવાના હેતુથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા વહીવટી તંત્ર નર્મદા તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, નર્મદાના સંયુક્ત ઉપક્રમે ખેલ મહાકુંભ-2026 અંતર્ગત શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

કબડ્ડી સ્પર્ધાનો શુભારંભ જિલ્લા રમત ગમત અધિકારી તથા રાષ્ટ્રીય વિજેતા તિરંદાજ દિનેશભાઈ ભીલના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડૉ. પી.વી. આચાર્ય સહિત રમતગમત ક્ષેત્ર સાથે સંકળાયેલા આગેવાનો, અધિકારીઓ અને રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

ખેલ મહાકુંભના માધ્યમથી યોજાયેલી આ કબડ્ડી સ્પર્ધામાં U-14, U-17 અને ઓપન વિભાગમાં 450થી વધુ રમતવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મેદાન પર ખેલાડીઓમાં જોવા મળેલો ઉત્સાહ, રમત પ્રત્યેનો જુસ્સો અને જીત માટેની જહેમતથી સમગ્ર રમતોત્સવનું વાતાવરણ રમતમય બન્યું હતું.

 

આ પ્રસંગે જિલ્લા રમત ગમત અધિકારી દિનેશભાઈ ભીલે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લો રમતગમત ક્ષેત્રે સતત આગળ વધી રહ્યો છે. જિલ્લાના યુવા ખેલાડીઓમાં પ્રતિભાની કોઈ કમી નથી. ખેલ મહાકુંભ જેવા આયોજનથી આ પ્રતિભાઓને પોતાની ક્ષમતા દર્શાવવા માટે યોગ્ય પ્લેટફોર્મ મળી રહ્યું છે.

 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવનારા સમયમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની વિવિધ રમતગમત સ્પર્ધાઓ યોજાવાની છે ત્યારે નર્મદા જિલ્લો પણ રમતગમત ક્ષેત્રે પાછળ ન રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત કાળજી અને જરૂરી સહયોગ આપવામાં આવી રહ્યો છે.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો