અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા, અરવલ્લી
અરવલ્લી જિલ્લા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ‘રમઝટ નવરાત્રિ મહોત્સવ ૨૦૨૬’ને લઈને ખેલૈયાઓમાં ઉત્સાહનો માહોલ
વર્ષ ૨૦૧૮થી મોડાસાવાસીઓનો અતૂટ વિશ્વાસ પ્રાપ્ત કરનાર રમઝટ નવરાત્રિ મહોત્સવ અરવલ્લી જિલ્લાનાં મોટા નવરાત્રિ આયોજનોમાંનું એક હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે.

વર્ષ ૨૦૧૮થી આ ભવ્ય આયોજનમાં ગુજરાતના નામાંકિત કલાકારો સાથે સ્ટેજ સંચાલન અને મેનેજમેન્ટની જવાબદારી પણ સંભાળવામાં આવી રહી છે. રમઝટ પરિવાર દ્વારા મોડાસા સહિત આસપાસના વિસ્તારોના તમામ ખેલૈયાઓને નવરાત્રિ દરમિયાન ગરબે ઘૂમવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.મહોત્સવમાં સુંદર વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે લિમિટેડ એન્ટ્રી પાસ રાખવામાં આવ્યા છે. તેથી ખેલૈયાઓને ‘વહેલા તે પહેલા’ના ધોરણે પોતાના એન્ટ્રી પાસ મેળવી લેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.રમઝટ નવરાત્રિ મહોત્સવનું આયોજન નાલંદા પાર્ટી પ્લોટ, જીનિયસ ક્રિકેટ ગ્રાઉન્ડ, સહયોગ ચોકડી, માલપુર રોડ, મોડાસા ખાતે કરવામાં આવશે.
રમઝટ પરિવાર દ્વારા ખેલૈયાઓને નવરાત્રિના રંગે રંગાવા અને ગરબાની રમઝટ માણવા માટે તૈયાર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. નવરાત્રિ મહોત્સવમાં સંગીત, ગરબા અને ઉત્સાહભર્યા માહોલ સાથે ખેલૈયાઓને યાદગાર અનુભવ મળે તેવા હેતુથી આયોજન કરવામાં આવી રહ્યું છે.









