MORBI:મોરબીના યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા માધાપરવાડી કન્યા શાળાની બાળાઓને “હનુમાન અંશ” ફિલ્મ દર્શન કરાવ્યું.

MORBI:મોરબીના યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા માધાપરવાડી કન્યા શાળાની બાળાઓને “હનુમાન અંશ” ફિલ્મ દર્શન કરાવ્યું.

મોરબીનું યંગ ઇન્ડિયા ગૃપ અનેક સેવાકીય પ્રકલ્પ જેવા કે ક્રિષ્ના મેળો, જોય રાઈડ,વાત્સલ્ય દિવસની ઉજવણી,યંગ ઇન્ડિયા ગૃપના સભ્યોના જન્મ દિવસે નિમિત્તે ગરીબ બાળકોને સ્વાદિષ્ટ ભોજન કરાવવું, તહેવારોની બાળ સરંક્ષણ ગૃહના બાળકો વૃદ્ધાશ્રમના વડીલો સાથે વિશિષ્ટ ઉજવણી વગેરે જેવા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતું છે, આ યંગ ઇન્ડિયા ગૃપના મેન્ટર ડો.દેવેનભાઈ રબારી દ્વારા સ્કાય મલ્ટીપ્લેક્ષ સિનેમા ખાતે પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા અને માધ્યમિક શાળાની ધોરણ 6 થી 9 ની વિદ્યાર્થીનીઓને જેમની તપોભૂમિ મોરબી જિલ્લાના વવાણીયા ગામ છે એ નિમ કરોલી બાબાના જીવન કવન પર આધારિત “હનુમાન અંશ” ફિલ્મનું દર્શન કરાવ્યું.સુંદર મજાનું આધ્યાત્મિક ફિલ્મ દર્શન કરી બાળાઓ ખૂબજ ખુશ થઈ ગઈ અને તમામ બાળાઓએ આ તકે દેવેનભાઈ અને યંગ ઇન્ડિયા ગ્રુપનો આભાર પ્રકટ કર્યો હતો.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો