MORBI:મોરબી ૯૫૮ ગ્રામ ગાંજા સાથે ઝડપાયેલા બે આરોપીઓના હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા  

MORBI:મોરબી ૯૫૮ ગ્રામ ગાંજા સાથે ઝડપાયેલા બે આરોપીઓના હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૯૫૮ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા બે આરોપીઓને નામદાર હાઈકોર્ટે નિયમિત જામીન પર મુક્ત કરવાનો મહત્વનો હુકમ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી તાલુકા પોલીસ મથક હેઠળના વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી પ્રિન્સ ધંધુકિયા તથા વિપુલ કુંજારીયા નામના બે શખ્સોને ૯૫૮ ગ્રામ ગાંજાના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ મામલે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરી હતી.

જેલહવાલે થયેલા બંને આરોપીઓએ પોતાના બચાવ માટે મોરબીના યુવા ધારાશાસ્ત્રી શ્રી (દેવ) ડી. કે. જોષી મારફત નામદાર હાઈકોર્ટ સમક્ષ નિયમિત જામીન મેળવવા અરજી કરી હતી.

આ કેસની સુનાવણી દરમિયાન બચાવ પક્ષના એડવોકેટ શ્રી (દેવ) ડી. કે. જોષીએ કોર્ટ સમક્ષ ધારદાર અને કાયદાકીય દલીલો રજૂ કરી હતી. સાથે જ નામદાર હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના પ્રસ્તુત કેસને લગતા ચુકાદાઓ (જજમેન્ટો) ટાંકીને આરોપીઓને જામીન મુક્ત કરવા રજૂઆત કરી હતી.

બંને પક્ષકારોની વિસ્તૃત દલીલોના અંતે નામદાર અદાલતે બચાવ પક્ષના એડવોકેટની રજૂઆતો અને કાનૂની દલીલોને માન્ય રાખી બંને આરોપીઓ—પ્રિન્સ ધંધુકિયા અને વિપુલ કુંજારીયા—ના નિયમિત જામીન મંજૂર કરતો આદેશ કર્યો છે. આ સમગ્ર કેસમાં આરોપીઓ તરફે મોરબીના એડવોકેટ શ્રી (દેવ) ડી. કે. જોષી રોકાયા હતા.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો