પ્રાદેશિક કમિશનરની અધ્યક્ષતામાં નગરપાલિકા સંકલન સમિતિની બેઠક: કાલોલના પ્રશ્નો અંગે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે કરી રજૂઆત.

તારીખ ૧૦/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

હાલોલ સર્કિટ હાઉસ ખાતે પ્રાદેશિક કમિશનરની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લાની ગોધરા, શહેરા,હાલોલ અને કાલોલ નગરપાલિકાઓના પ્રશ્નો અને મુદ્દાઓને લઈને સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં આ બેઠકમાં કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કાલોલ નગરપાલિકાને લગતા વિવિધ પ્રશ્નો, વહીવટી અડચણો અને વિકાસના કામો અંગે વિસ્તૃત રજૂઆત કરી હતી. જ્યાં કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા અને ચીફ ઓફિસર સંજયભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા 

બેઠકમાં મુખ્યત્વે નગરપાલિકાઓના વહીવટી કામગીરીમાં સંકલન સાધવા, પડતર પ્રશ્નોના સુખદ નિરાકરણ લાવવા અને શહેરી વિસ્તારોમાં વિકાસ કામોને વધુ વેગ મળે તે દિશામાં મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. અંતે પ્રાદેશિક કમિશનરશ્રીએ તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસરોને પ્રજાલક્ષી કામોને પ્રાથમિકતા આપવા અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ શહેરીજનો સુધી ઝડપથી પહોંચે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. આ બેઠકથી કાલોલ સહિત જિલ્લાની નગરપાલિકાઓના વિકાસને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો