રિપોર્ટ આશિફ લુણાવાડા

બાલાસિનોરમાં ત્રીસ વર્ષીય મહિલા ને પતિ એ મારપીટ કરી હોવાથી કંટાળીને મહિલા આપઘાત કરવા નીકળી 181 અભયમ ટીમે સુરક્ષિત સ્થળે પહોંચાડી.
મહીસાગર જિલ્લાના બાલાસિનોર થી એક મહિલા ના ભાઈ એ 181 મહિલા હેલ્પલાઇન પર ફોન કરી જણાવેલ કે મહિલા ને પતિએ ખૂબ જ મારી છે અને તે ઘરેથી નીકળી કેનાલ પર આપઘાત કરવા પહોંચી ગઈ છે આથી મદદની જરૂર છે.
મહીસાગર 181 અભયમ ટીમ ઘટના સ્થળ પર પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કર્યું તો જાણવા મળ્યું કે તેમના પતિ વારંવાર નાની નાની બાબતે મારપીટ કરે છે અને તેમના સાસુ તથા નણંદ તેમના પતિને ચડાવે છે આથી ઘરમાં રાખતા નથી અને માથામાં મારેલ છે અને સાસુ તથા નણંદ અને પતિ ઘરમાં થી નીકળી જવાની ધમકી આપે છે હવે હું કંટાળી ગઈ છું હાલ મારે સાસરીમાં જવું જ નથી અને મે લવ મેરેજ કરેલા છે આથી પિયરમાં પણ જઈ શકતી નથી હાલ મારે પિયર કે સાસરીમાં જવું નથી આથી ટીમે મહિલાને સાંત્વના આપી અને હિંમત આપી કે કાંઈ વાંધો નહીં બેન ના જવું હોય તો તમારી સુરક્ષા માટે તમને સુરક્ષિત સ્થળે મુકીશું. આ શબ્દો સાંભળીને મહિલાને થોડું સારું લાગ્યું હતું અને તેઓ સુરક્ષિત સ્થળે આવવા માટે સંમત થયા હતા.આથી તેમને લુણાવાડા આશ્રય ગૃહમાં આશરો અપાવેલ છે તથા કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આથી મહિલાએ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.










