ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા મેગા રક્તદાન શિબિર, સેવા સમર્પણના 25 દિવસમાં 2500 યુનિટ રક્ત એકત્ર

સમીર પટેલ, ભરૂચ

– પ્રદેશ મહામંત્રી ડો. પ્રશાંત કોરાટના અધ્યક્ષ સ્થાને દુધધારા ડેરી પર કાર્યક્રમ યોજાયો

નરેન્દ્ર મોદીના 25 વર્ષની ઉજવણી અંતર્ગત ચાલી રહેલા સેવા મારું યોગદાન હેઠળ ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પ્રદેશ મહામંત્રી ડો. પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં મહારક્તદાન શિબિર યોજાઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા અને સમર્પણના 25 વર્ષ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી વિવિધ 25 જેટલા સેવાકીય કાર્યક્રમો ચાલી રહ્યાં છે. જેના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા દૂધધારા ડેરી ખાતે મેગા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરાયું હતું.

મહારક્તદાન શિબિરમાં ભાજપ પ્રદેશ મહામંત્રી ડો. પ્રશાંત કોરાટ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ તેમજ પ્રભારી પરાક્રમસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપ દ્વારા છેલ્લા 25 દિવસથી રક્તદાન શિબિરનું આયોજન થઈ રહ્યું છે.

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સેવા મારુ યોગદાન હેઠળ અત્યાર સુધીમાં 1690 જેટલા રક્ત યુનિટ એકત્ર કરી લેવાયા છે અને આજની શિબિર સાથે કુલ 2500 યુનિટ રક્ત એકત્ર થશે.

એકત્ર કરાયેલું આ રક્ત ભરૂચ જિલ્લાના જરૂરિયાતમંદ દર્દીઓ અને દર્દીઓના જીવન બચાવવા માટે અત્યંત ઉપયોગી નીવડશે. પ્રદેશ મહામંત્રી સહિત જિલ્લા ભાજપ સંગઠને માનવસેવાના આ ભગીરથ કાર્ય બદલ તમામ રક્તદાતાઓ અને ભાજપના કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો તથા તેમને શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ, જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, મહામંત્રી પરેશ પટેલ, જીગ્નેશ મિસ્ત્રી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ડી.કે.સ્વામી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, પ્રદેશ કારોબારી સભ્ય મારૂતિસિંહ અટોદરિયા, દુધધારા ડેરી ચેરમેન ઘનશ્યામ પટેલ, પ્રકાશ દેસાઈ સહિતના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો