રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૩.૧૦.૨૦૨૬
સી.આર.સી. હાલોલ કુમાર અને ટીંબી પ્રાથમિક શાળા પરિવાર દ્વારા આયોજિત સાયન્સ ફેર-2026 (બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન) માં ગોધરા રોડ સ્થિત શારદા વિદ્યામંદિર સ્કૂલના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરીને શાળાનું નામ રોશન કર્યું છે. આ પ્રદર્શનમાં હાલોલ કુમાર સી.આર.સી. અંતર્ગત આવતી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાના પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા.આ સ્પર્ધામાં “ટકવાઉ અને વિકસિત ભારત માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને ઈનોવેશન” થીમ અંતર્ગત શારદા વિદ્યામંદિર શાળાના અંગ્રેજી માધ્યમ ની ધોરણ આઠ ની વિદ્યાર્થીનીઓ આરોહી એન. ચૌહાણ અને મનીષા એસ. યાદવ દ્વારા તૈયાર કરવામાં આવેલા ‘Probability’ (સંભાવના) પ્રોજેક્ટને વિભાગ-૧ સી.આર.સી. લેવલે ત્રીજો (૩જો) ક્રમ પ્રાપ્ત થયો છે. ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમ ધરાવતી શાળાના વિદ્યાર્થીઓની આ સિદ્ધિ, સખત પરિશ્રમ અને વૈજ્ઞાનિક અભિગમને શાળાના ટ્રસ્ટી મંડળ, આચાર્ય તેમજ સમગ્ર સ્ટાફ વતી ખૂબ-ખૂબ બિરદાવી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.











