HALVAD:હળવદના ચંદ્રગઢમાં ૨૭ વર્ષીય ખેડૂત યુવકની માથામાં બોથડ પદાર્થ મારી ઘાતકી હત્યા: અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ

HALVAD:હળવદના ચંદ્રગઢમાં ૨૭ વર્ષીય ખેડૂત યુવકની માથામાં બોથડ પદાર્થ મારી ઘાતકી હત્યા: અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ
​

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે ૨૭ વર્ષીય ખેડૂત યુવકની કરપીણ હત્યા થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વાડીના મકાન બહાર યુવકની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.


​ઘટનાની વિગતો અનુસાર, ચંદ્રગઢ ગામે રહેતા અનિલભાઈ રામજીભાઈ જાદવ (ઉં.વ. ૨૭) ગત તા. ૧૨ ઓક્ટોબરની રાત્રે વાડીએ હતા. તે દરમિયાન વાડીના મકાન સામે તેમની લોહીલુહાણ હાલતમાં લાશ પડેલી હોવાની જાણ પરિવારને થઈ હતી. મૃતકના કાકા શામજીભાઈ પોતાના પુત્ર સાથે તાત્કાલિક વાડીએ દોડી ગયા હતા, જ્યાં અનિલભાઈના માથાના ભાગે ગંભીર ઈજાઓ સાથે મૃતદેહ પડેલો જોવા મળ્યો હતો.બનાવની જાણ થતાં જ ગ્રામજનો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ ૧૧૨ નંબર પર પોલીસને જાણ કરવામાં આવતા મોરબી જિલ્લા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હળવદ સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો.
​પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર અથવા બોથડ પદાર્થ વડે માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી નિર્મમ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે મૃતકના કાકા શામજીભાઈ કરશનભાઈ જાદવની ફરિયાદના આધારે હળવદ પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૧૦૩(૧) તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

53
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાજસ્થાન સરહદી વિસ્તારમાં આવેલ રોયણીયા(રાઠ)પ્રાથમિક શાળામાં કલસ્ટર કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યું હતું,

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો