WAKANER વાંકાનેર સહયોગ બેંકના કમ્પાઉન્ડમાંથી કર્મચારીનું બાઇક ચોરાયું, પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

વાંકાનેર શહેરમાં વાહન ચોરોનો ઉપદ્રવ ફરી સામે આવ્યો છે, જ્યાં ગુલશનપાર્ક સોસાયટીમાં આવેલી સહયોગ બેંકના કમ્પાઉન્ડમાંથી દિવસદહાડે કર્મચારીનું સ્પ્લેન્ડર પ્લસ બાઇક ચોરાઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ઘટનાની વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે રહેતા અબ્દુલભાઈ અમીભાઈ આંબલીયા (ઉં.વ. ૫૯)નું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ (નંબર: GJ-03-DC-8143) લઈને તેમનો પુત્ર ઇનાયતભાઈ ગત તા. ૦૯ ઓક્ટોબરના રોજ ગુલશનપાર્ક સોસાયટી સ્થિત સહયોગ બેંક ખાતે નોકરી અર્થે ગયો હતો.
ઇનાયતભાઈએ પોતાનું બાઇક બેંકના કમ્પાઉન્ડમાં પાર્ક કર્યું હતું. થોડા સમય બાદ બહાર આવીને જોતાં પાર્કિંગમાંથી બાઇક ગાયબ જણાયું હતું. આસપાસના વિસ્તારમાં તેમજ સંબંધીઓ દ્વારા શોધખોળ હાથ ધરવા છતાં વાહનનો કોઈ પત્તો મળ્યો ન હતો. આખરે અબ્દુલભાઈએ આ મામલે વાંકાનેર શહેર પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા મેળવી તસ્કરને ઝડપી પાડવા કવાયત તેજ કરી છે.














