WAKANER:વાંકાનેરના અગાભી પીપળીયા ગામે કરૂણાંતિકા: વીજશોક લાગતાં ૩૨ વર્ષીય યુવાનનું કમકમાટીભર્યું મો*ત

WAKANER:વાંકાનેરના અગાભી પીપળીયા ગામે કરૂણાંતિકા: વીજશોક લાગતાં ૩૨ વર્ષીય યુવાનનું કમકમાટીભર્યું મો*ત

વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે વીજ કરંટ લાગવાની એક ગંભીર દુર્ઘટના સામે આવી છે, જેમાં ૩૨ વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ બનાવથી સમગ્ર પંથક અને પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

વિગત અનુસાર, વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે પંચાયત કચેરી નજીક ગઈકાલે તા. ૧૩ ઓક્ટોબરના રોજ અનિલભાઈ ખેંગારભાઈ પરમાર (ઉં.વ. ૩૨) કોઈ કારણોસર વીજપ્રવાહની ઝપેટમાં આવી ગયા હતા. અચાનક વીજશોક લાગતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. ભરયુવાનીમાં પુત્રનું અકાળે અવસાન થતાં પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો હતો.

આ કરૂણ બનાવની જાણ થતાં જ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

53
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાજસ્થાન સરહદી વિસ્તારમાં આવેલ રોયણીયા(રાઠ)પ્રાથમિક શાળામાં કલસ્ટર કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યું હતું,

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો