WAKANER:વાંકાનેરના સરતાનપર નજીક કારખાના બહાર ઝાડ પર ગળેફાંસો ખાઈ યુવકે જિંદગી ટૂંકાવી 

WAKANER:વાંકાનેરના સરતાનપર નજીક કારખાના બહાર ઝાડ પર ગળેફાંસો ખાઈ યુવકે જિંદગી ટૂંકાવી

સરતાનપર રોડ પર આવેલ કારખાના બહાર ૨૪ વર્ષીય શ્રમિક યુવકે રૂમાલ વડે ગળેફાંસો ખાધો: વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલા કારખાના બહાર એક ૨૪ વર્ષીય યુવકે ઝાડ પર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલી એમ્બો નામની ફેક્ટરીમાં રહીને મજૂરીકામ કરતા ગોબીંદા નબીન હેમરમ (ઉં.વ. ૨૪) નામના યુવકે ગત તા. ૧૩/૧૦ના રોજ કારખાનાની બહાર આવેલા એક ઝાડની ડાળીએ રૂમાલ બાંધી કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો.

યુવક ઝાડ પર લટકતી હાલતમાં નજરે પડતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તેને તાત્કાલિક નીચે ઉતારી સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરાતાં પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતકના મૃતદેહનો કબજો મેળવી અકસ્માતે મોત (એ.ડી.) અંગે નોંધ કરી છે. યુવકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

53
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાજસ્થાન સરહદી વિસ્તારમાં આવેલ રોયણીયા(રાઠ)પ્રાથમિક શાળામાં કલસ્ટર કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યું હતું,

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો