TANKARA:ટંકારા દેવદયા માધ્યમિક શાળા – લજાઈ ખાતે ‘NCORD અને રોડ સેફ્ટી જાગૃતિ સેમિનાર’ યોજાયો

TANKARA:ટંકારા દેવદયા માધ્યમિક શાળા – લજાઈ ખાતે ‘NCORD અને રોડ સેફ્ટી જાગૃતિ સેમિનાર’ યોજાયો

શ્રી લજાઈ કેળવણી મંડળ સંચાલિત શ્રી દેવદયા માધ્યમિક શાળા, લજાઈના પરિસરમાં આજ રોજ તારીખ ૧૪-૧૦-૨૦૨૬, બુધવારના રોજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવવા માટે “નશાકારક દ્રવ્યો નિવારણ (NCORD) અને માર્ગ સલામતી (રોડ સેફ્ટી) સેમિનાર” નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગમાંથી ઉપસ્થિત શ્રી પઢીયાર સાહેબે વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો, હેલ્મેટ અને સીટબેલ્ટનું મહત્વ, લાયસન્સ સંબંધિત જોગવાઈઓ તેમજ માર્ગ સલામતી અંગે સરળ શૈલીમાં માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વાહન ચલાવતી વખતે રાખવાની સાવચેતીઓ જણાવી અકસ્માત નિવારણ માટે જાગૃત રહેવા અનુરોધ કર્યો હતો.

ડ્રગ્સ અને નશા નિવારણ વિભાગમાંથી પધારેલા શ્રી મુકેશ સાહેબે વિદ્યાર્થીઓને નશાકારક પદાર્થોથી દૂર રહેવા, વ્યસનની શારીરિક, માનસિક અને સામાજિક ગંભીર અસરો વિશે વિગતવાર માહિતી પૂરી પાડી હતી અને યુવાપેઢીને વ્યસનમુક્ત ભારત નિર્માણના સંકલ્પ સાથે જોડાવા પ્રેરિત કર્યા હતા.

આ તકે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી – મોરબીના પ્રતિનિધિ તરીકે સુશ્રી નિધિબેન ગોસ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સદાચાર અને સ્વ-શિસ્ત કેળવવા પ્રોત્સાહિત કર્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને અધ્યક્ષતા શાળાના આચાર્યશ્રી શ્રી એન. આર. ભાડજા સાહેબે સંભાળી હતી. તેમણે પધારેલા સર્વે અધિકારીશ્રીઓનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આવા માહિતીસભર કાર્યક્રમો વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ સેમિનારમાં શાળા પરિવારના તમામ શિક્ષકગણ, કર્મચારીશ્રીઓ તથા વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર હાજર રહ્યા હતા.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો