ભરૂચ શહેરમાં ગંદકી ફેલાવતા કચરાના સ્પોટને મીની ગ્રીન પાર્કમાં ફેરવવાની માંગ સાથે નગર સેવા સદનના મુખ્ય અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી છે

સમીર પટેલ, ભરૂચ

 

ભરૂચ શહેરમાં સ્વચ્છતા જાળવવા અને કચરાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે કચરાના મુખ્ય સ્પોટને મિની ગ્રીન પાર્ક અને જાહેર સુવિધાઓમાં પરિવર્તિત કરવાની માંગ સાથે કોંગ્રેસના નગર સેવક સમસાદ સૈયદ દ્વારા નગર સેવા સદનના ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરવામાં આવી છે.
શહેરના વોર્ડ નંબર ૨ સહિત વિવિધ વિસ્તારોમાં કચરો એકત્ર થતો અટકાવવા માટે ડોર ટુ ડોર કચરા કલેક્શન સેવા નિયમિત અને સમયસર કરવાની સાથે કચરાના સ્પોટ પર પેવર બ્લોક, ગ્રીનરી, વૃક્ષારોપણ, બેઠક વ્યવસ્થા અને લાઇટિંગ જેવી સુવિધાઓ વિકસાવવાની રજૂઆત કરવામાં આવી છે.ધોબી તળાવ, ડુંગરી પાણીની ટાંકી, આખરી મંજિલ કબ્રસ્તાન પાસે, ડબીપુરા મસ્જિદ પાસે, લક્ષ્મીનગર, સિરાજ પાર્ક સામે, રેહાન ફ્લેટ સામે તથા હુસેનીયા રોડ સહિતનાં સ્થળોએ સર્વે કરી તબક્કાવાર વિકાસ કરવાની માંગ કરવામાં આવી છે.સાથે જ કચરા કલેક્શન વાહનોના નિર્ધારિત રૂટ અને સમયનું પાલન કરાવવા તથા વિકસિત સ્થળોએ નિયમિત સફાઈ અને દેખરેખ રાખવા રજૂઆત કરાઈ છે. કચરાના સ્પોટને સુંદર જાહેર સ્થળોમાં ફેરવી સ્વચ્છ અને સુંદર ભરૂચના નિર્માણ માટે નગરપાલિકા તાત્કાલિક આયોજન કરે તેવી રજુઆત કરાય છે

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો