ચેક રીટર્નના કેસમાં શિહોરી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આરોપીને રૂા.૮૦લાખનો દંડ અને ૧ વર્ષની સજા ફટકારી..

ઓગડના તાલુકાના મુખ્ય મથક થરાના અને સુરતમાં હીરાના વ્યવસાય કરતા ફરીયાદી અમર વિનોદચંદ્ર શાહ સુરત મુકામે નૈયા જેમ્સ નામની હીરાની પેઢી ચલાવે છે તેઓની પેઢીમાંથી આરોપી અંકીત જયંતિભાઈ હીરપરા ને રૂ.૪૪,૩૩,૦૦૦/-ની કિંમતના હીરા નંગ-૨ આપેલ અને સોદો થયા બાદ પાકુ બિલ આપવાનું નક્કી કરેલ. પરંતુ આરોપીએ છેતરપીંડી કરી હીરા પરત આપેલ નહી જેથી ફરીયાદીએ તેની કિંમત અંગે ની ઉઘરાણી કરતાં આરોપીએ ફરીયાદીને રૂા ૪૦,૦૫,૦૦૦/– નો ચેક કોટક મહિન્દ્રા બેંક સુરત શાખાનો ચેક આપેલ જે ચેક ફરીયાદી એ પોતાના ICICI બેંક થરા શાખાના ખાતામાં જમાં કરાવતા આરોપીએ સ્ટોપ પેમેન્ટ કરાવેલ હોઈ ચેક પરત ફરેલ જેથી ફરીયાદીએ અંકીત જયંતિભાઈ હીરપરા સામે પોતાના એકવોકેટ અશ્વિનભાઈ શાહ મારફતે શિહોરી કોર્ટમાં તા.૧૯/૦૯/૨૦૧૮ ના રોજ ક્રિમીનલ કેસ નં.૮૮૫/૧૮ થી ફરીયાદ દાખલ કરેલ જે કેસ તાજેતરમાં શિહોરી કોર્ટમાં ચાલી જતાં બંને પક્ષોનો પુરાવો ધ્યાને લઈ શિહોરીના વિધ્વાન ન્યાયાધીશ આર.વી. પટેલે અંકીત જયંતિભાઈ હીરપરા રહે.સુરત વાળાને આ ગુનામાં તકશીરવાન ઠરાવી ૧ વર્ષની સાદી કેદની સજા અને ચેકની બમણી રકમ એટલે કે રૂા.૮૦,૧૦,૦૦૦/- અંકે રૂપિયા એંશી લાખ દશ હજાર દંડ ભરવાનો હુકમ કરેલ છે અને જો દંડની રકમ ના ભરેતો વધુ ૩ માસની સજાને હુકમ કરેલ છે. અને દંડની રકમ ફરીયાદીને વળતર તરીકે આપવાનો પણ હુકમ કરેલ છે.આ કામે ફરીયાદી અમર વિનોદચંદ્ર શાહ તરફે શિહોરીના વકીલ અશ્વિનભાઈ શાહ અને પાટણના વકીલ પંકજભાઈ વેલાણીએ હાજર રહી દલીલો કરી હતી અને તેમની દલીલો ગ્રાહય રાખી આરોપીને ઉપરોક્ત સજા અને દંડનો હુકમ શિહોરી કોર્ટે કરેલ છે.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99785 21530










