મેઘરજ-  ઉન્ડવા રોડ પર અકસ્માત: નીલગાય દૂધના ટેમ્પા સાથે અથડાતાં હજારો લીટર દૂધ રસ્તા પર ઢોળાયું

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ-  ઉન્ડવા રોડ પર અકસ્માત: નીલગાય દૂધના ટેમ્પા સાથે અથડાતાં હજારો લીટર દૂધ રસ્તા પર ઢોળાયું

ભેમાપુર ગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં મોટું આર્થિક નુકસાન, સદનસીબે ટેમ્પા ચાલકનો આબાદ બચાવ

મેઘરજ, અરવલ્લી: અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઉન્ડવા રોડ પર ભેમાપુર ગામ નજીક દૂધના ટેમ્પા સાથે નીલગાય અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે ટેમ્પામાં ભરેલું હજારો લીટર દૂધ રસ્તા પર ઢોળાઈ જતાં મોટું આર્થિક નુકસાન થયું હતું. જોકે, સદનસીબે આ અકસ્માતમાં ટેમ્પા ચાલકનો આબાદ બચાવ થયો હતો.

મળતી માહિતી મુજબ, મેઘરજના ઉન્ડવા રોડ પર ભેમાપુર ગામ નજીક દૂધનો ટેમ્પો પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક નીલગાય ટેમ્પા સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે ટેમ્પામાં ભરેલું દૂધ રસ્તા પર ઢોળાઈ ગયું હતું.રસ્તા પર મોટી માત્રામાં દૂધ ઢોળાતાં જાણે દૂધની નદી વહેતી હોય તેવાં દૃશ્યો સર્જાયાં હતાં. દૂધ રસ્તા પર વહી જતાં દૂધના જથ્થાનું મોટું આર્થિક નુકસાન થયું હતું. અકસ્માતની ઘટનામાં ટેમ્પા ચાલકનો બચાવ થતાં રાહતની લાગણી જોવા મળી હતી.મેઘરજના ઉન્ડવા રોડ પર બનેલી આ ઘટનાને પગલે દૂધના ટેમ્પાને નુકસાન અને દૂધના બગાડને કારણે આર્થિક નુકસાન થયું હતું.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો