સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલ-30, પુણાગામ ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત ફાયર સેફ્ટી અંગે લાઇવ ડેમોસ્ટ્રેશન યોજાયું હતું. સુરત મહાનગરપાલિકાના સેફ્ટી ઓફિસર સેવંતીલાલ પટેલે વિદ્યાર્થીઓને આગના વિવિધ પ્રકારો, આગ બુઝાવવાનાં સાધનોના યોગ્ય ઉપયોગ, પંપનું સંચાલન, પાઇપ જોડવાની પદ્ધતિ તથા આગ જેવી કટોકટીમાં રાખવાની સાવચેતી અંગે પ્રત્યક્ષ નિદર્શન સાથે માર્ગદર્શન આપ્યું હતું. પ્રવાહી પદાર્થો, ઘન પદાર્થો અને ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી લાગતી આગને કાબૂમાં લેવાની પદ્ધતિઓ સમજાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આશરે 350 વિદ્યાર્થીઓ, 10 શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક કર્મચારીઓ અને ક્લેરિકલ સ્ટાફના નરેશભાઈ તલસાણીયા, રંજનબેન કાતરીયા સહિતના કર્મચારીઓએ ભાગ લીધો હતો. શાળાના આચાર્ય અશોકભાઈ એસ. ધામેલીયાના આયોજન અને માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં આગ સામે સુરક્ષિત રહેવા અને આપત્તિના સમયે યોગ્ય પગલાં ભરવા અંગે જાગૃતિ કેળવાઈ હતી. અંતે આચાર્યશ્રીએ સેફ્ટી ઓફિસર સહિત સહભાગી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોટર કલ્પેશ ધામેલીયા સુરત










