વાંસદાના બારતાડની એકલવ્ય મોડેલ સ્કૂલમાં ‘વિક્રમ સારાભાઈ સ્પેસ એન્ડ ઇનોવેશન લેબ’નું ઉદ્ઘાટન

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે ડ્રોન, RC પ્લેન અને રોબોટિક્સ મોડેલ્સનું નિરીક્ષણ કર્યું

ભારતના મહાન વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની જન્મજયંતિ તથા ‘વાંચન પ્રેરણા દિન’ નિમિત્તે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના બારતાડ ખાતે આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS)માં ‘વિક્રમ સારાભાઈ સ્પેસ એન્ડ ઇનોવેશન લેબ’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

પ્રાયોજના વહીવટદારની કચેરી, વાંસદાના સહયોગથી તૈયાર કરવામાં આવેલી આ લેબમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ડ્રોન, રિમોટ કંટ્રોલ (RC) પ્લેન અને રોબોટિક્સના વિવિધ મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા હતા. મંત્રી નરેશભાઈ પટેલે વિદ્યાર્થીઓના આ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરી તેમની વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓમાં રસ દાખવ્યો હતો.

આ પ્રસંગે મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ પ્રકારની પહેલથી આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધનવૃત્તિ અને નવીન ટેક્નોલોજી પ્રત્યેની રુચિ વિકસશે. આવી લેબ વિદ્યાર્થીઓને પ્રયોગાત્મક શિક્ષણની તક પૂરી પાડશે અને ભવિષ્યમાં દેશના અવકાશ સંશોધન સહિતના વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં યોગદાન આપવા માટે પ્રેરિત કરશે.

કાર્યક્રમમાં નવસારી જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, વાંસદાના પ્રાયોજના વહીવટદાર સ્વપ્નિલ સિસલે, સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC), ISROના પૂર્વ નિયામક ડૉ. એન. એમ. દેસાઈ સહિત શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની જન્મજયંતિ નિમિત્તે શરૂ કરવામાં આવેલી આ પહેલ આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ટેક્નોલોજી અને નવીન સંશોધન પ્રત્યેની રુચિ વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની રહેશે.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો