ડાંગ જિલ્લામાં પિતા-પુત્રીની ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી બદનામ કરવાનો કારસો, સાયબર પોલીસ તપાસમાં..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં સોશિયલ મીડિયાના દુરુપયોગ દ્વારા એક પરિવારને બદનામ કરવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જિલ્લાની એક ૨૨ વર્ષીય યુવતીને લક્ષ્ય બનાવીને કોઈ અજાણ્યા શખ્સે ‘rupalgavit7596’ નામે ઇન્સ્ટાગ્રામ પર એક નકલી (ફેક) પ્રોફાઇલ તૈયાર કરી હતી. આ  bogus આઈડી પરથી શખ્સે યુવતી તેમજ તેના પિતાના સન્માનજનક ફોટોગ્રાફ્સ અપલોડ કરીને તેની સાથે અત્યંત અભદ્ર, અશ્લીલ અને અપમાનજનક લખાણો પોસ્ટ કર્યા હતા. આ પ્રકારના નીચ કૃત્ય દ્વારા યુવતી અને તેના પરિવારની સામાજિક પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચાડવાનો મલિન પ્રયાસ કરવામાં આવ્યો હતો.શરૂઆતના તબક્કે, સમાજમાં નકામી ચર્ચા કે બદનામી થશે તેવા ડર અને સંકોચના કારણે પીડિત યુવતી તથા તેના પરિવારે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતુ.જોકે, ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને યુવતીએ પોતાના પરિવારજનો સાથે ઊંડાણપૂર્વક વિચાર-વિમર્શ કર્યો હતો. આખરે હિંમત ભેગી કરીને તેણે પોતાના પિતા સાથે મળીને આ મામલે કાયદેસરનું પગલું ભરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ તબક્કે યુવતીએ સાયબર ક્રાઇમની રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર સંપર્ક સાધીને ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ નકલી આઈડી પરથી કરાયેલી વિવાદાસ્પદ પોસ્ટ્સના સ્ક્રીનશોટ સહિતના તમામ પુરાવાઓ સાથે પોલીસ ચોકીએ પહોંચી હતી.પીડિત યુવતી અને તેના પિતાએ સાયબર સ્ટોકિંગ અને ઓનલાઇન ઉત્પીડન કરનાર અજાણ્યા ગુનેગારને સત્વરે શોધી કાઢી તેની સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવાની જોરદાર માંગ કરી છે. આ બનાવ અંગે સાપુતારા પોલીસ મથકે ગુનો નોંધી ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. સાપુતારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને સાયબર સેલની મદદથી આ નકલી ઇન્સ્ટાગ્રામ આઈડી કયા આઈપી એડ્રેસ કે મોબાઈલ નંબરથી ઓપરેટ થઈ રહ્યું હતું તે શોધવાની દિશામાં ચક્રગતિમાન કરવામાં આવ્યા છે..

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો