પ્રભારી મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે ધીણોજ ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ

—————–&

માત્ર રૂ. ૫ ના ટોકન દરે શ્રમિકોને ગુણવત્તાયુક્ત ભોજન મળશે : મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર

—————-&

રાજ્યના ૨૮ જિલ્લાઓમાં ૧૦૧ અન્નપૂર્ણા કેન્દ્રો કાર્યરત———&

માહિતી બ્યુરો, પાટણ

તા. ૧૬/૧૦/૨૦૨૬સમાચાર સંખ્યા: ૬૮૯/૪૫—————-&

ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી અને પાટણ જિલ્લા પ્રભારી

મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે આજરોજ પાટણ જિલ્લાના ધીણોજ ગામે ગુજરાત સરકારની શ્રમિકલક્ષી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યોજના અંતર્ગત બાંધકામ સહિતના શ્રમિકોને માત્ર રૂ. ૫ના ટોકન દરે ગુણવત્તાયુક્ત અને પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પ્રસંગે મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે, શ્રમિકો રાજ્યના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. કામના સ્થળે જતા શ્રમિકોને ભોજન બનાવવાની મુશ્કેલી ન પડે અને તેમને નજીવા દરે સારું ભોજન મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યના ૨૮ જિલ્લાઓમાં ૧૦૧ જેટલા અન્નપૂર્ણા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે, જેનાથી શ્રમિકોને લાભ મળશે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, શ્રમિક કાર્ડ ધરાવતા શ્રમિકોને કાર્ડના આધારે ભોજન આપવામાં આવશે. જ્યારે શ્રમિક કાર્ડ ન ધરાવતા શ્રમિકોની નોંધણી કરીને તેમને પણ રૂ. ૫ના ટોકન દરે ભોજનનો લાભ આપવામાં આવશે. આ યોજના શ્રમિકો માટે ઉપયોગી સાબિત થશે અને તેમને રોજિંદા કામકાજ દરમિયાન રાહત મળશે. આ શ્રમિકલક્ષી યોજના શરૂ કરવા બદલ તેમણે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રીએ ૧૦૪ આરોગ્ય સહાયક હેલ્પલાઇન- EMRI Green Health Servicesના આરોગ્ય રથની મુલાકાત લઈને તેની કામગીરીની જાણકારી મેળવી હતી.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવિકભાઈ પટેલ, પાટણના પ્રાંત અધિકારીશ્રી જેનીશ પાંડવ, વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો