સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ સાથે કાલોલ શહેર ભાજપની ટિફિન બેઠક મળી,સામૂહિક ભોજન સાથે એકતાનો સંદેશ

તારીખ ૧૬/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આ બેઠકમાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણએ સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકર્તાઓ વચ્ચે પરસ્પર સંકલન વધારવા તેમજ પક્ષના કાર્યક્રમો અને જનસેવાના કાર્યોને વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધારવા અને સંગઠનને પાયાના સ્તરે વધુ મજબૂત બનાવવા માટેની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે કાલોલ શહેર ના પ્રભારી કકુલ પાઠક, ગુજરાત સરકારના મહિલા અને બાળવિકાસ નિગમના પૂર્વ ચેરમેન મીનાક્ષીબેન પંડ્યા,જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર યોગેશભાઇ પંડ્યા,જીલ્લા ભાજપ મંત્રી ડો પરાગભાઇ પંડ્યા કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ‌, નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા અને ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી, કારોબારી સમિતિના ચેરમેન જ્યોત્સનાબેન બેલદાર, નગરપાલિકાના સભ્યો સહિત વિવિધ મોરચાના શહેર પ્રમુખ અને મહામંત્રી ઓ ભાજપના આગેવાનો અને મહિલા મોરચાના બહેનો અને મોટીસંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ટિફિન બેઠક દરમિયાન સંગઠનની કામગીરીની સમીક્ષા, કાર્યકર્તાઓની જવાબદારી અને આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો