ભરૂચ ખાતે યોજાઈ ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ (VGIP) ૨૦૨૬’ અંગેની માર્ગદર્શક બેઠક

સમીર પટેલ, ભરૂચ

**
***
*GIDC ના સંયુક્ત વ્યવસ્થાપક નિયામક શ્રી પ્રભવ જોશી (IAS) ના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં અંકલેશ્વર, દહેજ, ઝઘડિયા સહિતના વિવિધ ઉદ્યોગ મંડળોના પ્રમુખો અને હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત*
****
*કેપિટલ સબસિડી, વ્યાજ સબસિડી અને વીજ દર સંબંધી પ્રોત્સાહનોની વિસ્તૃત માહિતી અપાઈ: MSME થી લઈને મેગા ઇન્ડસ્ટ્રીઝને મળશે વિશેષ લાભ*
*****
ભરૂચ- બુધવાર: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ઉદ્યોગ જગતને વધુ વેગવંતા, આત્મનિર્ભર અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાના હેતુથી જાહેર કરવામાં આવેલી ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ (VGIP) ૨૦૨૬’ અંગે ઉદ્યોગકારો અને સંબંધિત હિતધારકોમાં વ્યાપક જાગૃતિ લાવવા માટે ભરૂચ ખાતે GIDC ના સંયુક્ત વ્યવસ્થાપક નિયામક શ્રી પ્રભવ જોશી (IAS)ના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
બેઠકની શરૂઆતમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ભરૂચના નાયબ ઉદ્યોગ કમિશનર તથા જનરલ મેનેજર શ્રી એચ. જે. જાડેજા દ્વારા નવી ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ (VGIP) ૨૦૨૬’ ની મુખ્ય જોગવાઈઓ અને આકર્ષક પ્રોત્સાહનો અંગે એક વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
આ પ્રસ્તુતિ દરમિયાન નીતિ હેઠળ ઉપલબ્ધ કેપિટલ સબસિડી, વ્યાજ સબસિડી, વીજ દર સંબંધિત પ્રોત્સાહનો તેમજ વિવિધ સહાયક યોજનાઓની સવિસ્તર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) થી લઈને મોટા, અતિમોટા તથા મેગા ઉદ્યોગો માટે આ નીતિમાં કરવામાં આવેલી જોગવાઈઓ અને પ્રોત્સાહનો અંગે ઉદ્યોગકારોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગસાહસિકોને નવી ઔદ્યોગિક નીતિ, તેના પ્રોત્સાહન માળખા તેમજ ગુજરાતમાં નવા રોકાણ, ઉદ્યોગોના વિસ્તરણ અને સર્વાંગી વિકાસ માટે ઉપલબ્ધ સોનેરી તકોથી માહિતગાર કરવાનો હતો.
બેઠક દરમિયાન ઔદ્યોગિક સંગઠનો અને સરકારી વિભાગો વચ્ચે પરસ્પર સાર્થક સંવાદ માટે એક ઉત્તમ મંચ ઉપલબ્ધ થયો હતો, જેના દ્વારા હિતધારકોને નવી નીતિ અને ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિકાસ માટે તેના સંભવિત લાભો અંગે ઊંડાણપૂર્વકની સમજ પ્રાપ્ત થઈ હતી.
ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવા, રોકાણની પ્રક્રિયાને અત્યંત સરળ બનાવવા અને ભરૂચ જિલ્લાના ઉદ્યોગોના પ્રશ્નો અને વિકાસને સક્ષમ પ્રતિસાદ આપવા માટે ગુજરાત સરકાર તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ભરૂચની અતૂટ પ્રતિબદ્ધતા આ બેઠક દ્વારા સ્પષ્ટપણે ઉજાગર થઈ છે.
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, દહેજ, ઝઘડિયા, ભરૂચ નર્મદાનગર, સાયખા, વિલાયત અને પાલેજ સહિતના વિવિધ ઔદ્યોગિક એસોસિએશનોના પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારો તેમજ શ્રમ અને રોજગાર વિભાગ, GPCB, GIDC તથા GEB/જેટકો (GETCO) ના ઉચ્ચ અધિકારીશ્રીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
*****

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો