સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે સરકારી પડતર જમીન પરના શોપિંગ સેન્ટર સામે મહેસૂલી તંત્રની કાર્યવાહીથી દબાણકતૉઓમા ફફડાટ…


ગોઠીબગામેઆવેલસરકારીપડતરવાલી
રેવન્યુ સર્વે નં. ૫૭૪ની જમીન પર થયેલા ગેરકાયદેસર શોપીંગ સેનટરનાબાંધકામને પોતાના ખર્ચે દૂર કરવા સંતરામપુર મામલતદાર આઈ.પી. પઠાણે કાયદેસરની કાયૅવાહી બાદ હુકમ કરતાં સરકારી જમીન પચાવનાર ભુમાફીયતતવોમાફફડાટ.
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોજે ગોઠીબ ગામે આવેલી સરકારી પડતર જમીન પર થયેલા બિનઅધિકૃત બાંધકામને લઈને મહેસૂલી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામના રેવન્યુ સર્વે નંબર ૫૭૪ની સરકારી જમીન પર શોપિંગ સેન્ટરનું બાંધકામ કરવામાં આવ્યું હોવાના મામલે સંતરામપુર મામલતદારશ્રી આઈ.પી. પઠાણ દ્વારા આખરી હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ, સરકારી જમીન પર થયેલા બાંધકામ અંગે ગુજરાત જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૧ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સંબંધિતદબાણકરનારાનેશોપીગસેનટરબનાવનારસરોજબેન અરવિંદભાઈ પટેલતથા અરવિંદભાઈ વ. પટેલ રહે. રતનપુર તા. સંતરામપુરનાઓને નોટિસ પાઠવી તેમના પુરાવા અને રજૂઆતો રજૂ કરવાની તક આપવામાં આવી હતી.
બંને પક્ષોની રજૂઆતો તથા ઉપલબ્ધ મહેસૂલી રેકર્ડ અને અહેવાલોની ચકાસણી બાદ મામલતદાર કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે કે સરકારી પડતર જમીન પર કરવામાં આવેલું
બિનઅધિકૃત બાંધકામ સામાવાળાએ પોતાના ખર્ચે તાકીદે દૂર કરવાનો હુકમતાજેતરમા સંતરામપુર મામલતદારેહુકમકરતાપંથકમાસનનાટોમચી જવા પામેલ છે.
સંતરામપુર મામલતદારના હુકમની અમલવારી તેમજ ગામ રેકર્ડમાં જરૂરી નોંધ કરવા માટે ઈ-ધરા કેન્દ્ર, સર્કલ ઓફિસર રામપુર તથા રેવન્યુ તલાટી ગોઠીબને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.
સરકારી જમીન પર થયેલા બાંધકામ અંગે મહેસૂલી તંત્રના આ હુકમ બાદ સંતરામપુર તાલુકાના ગોઠીબ સહિત સમગ્ર પંથકમાં ભારેચર્ચા જોવા મલેછેશરૂ . હવે સંબંધિત તંત્ર દ્વારા હુકમની અમલવારી માટે આગળશુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તેના પર સૌની નજર છે.
સંતરામપુર તાલુકામાં આવેલ સરકારી પડતરજમીનોતથા ગૌચરનીજમીનો ને સરકારી ખરાબાને કોતરની જમીનો પર અનેક દબાણોજોવા મલેછે. જે હકીકતો સરકારી તંતરને દયાને હોવા છતાં આ દબાણો દુર કરવામાં ભારે ધોર બેદરકારીને આખ આડા કાન કેમ કરાય છે તે એક ચચૉનો વિષય બનેલ છે.










