ચંદ્રવદન બી મકવાણા

વાપીના બલીઠા મેરિલ કંપની રોડ, કિરણભાઈ છોટુભાઈ પટેલની ચાલી, પહેલા માળે, રૂમ નં.૦૨ ખાતે રહેતા ૨૨વર્ષીય વંદનાકુમારી મુન્ના ખરવાલ તા. ૦૩–૧૦–૨૦૨૬ના રોજ સવારે ૭–૩૦ વાગ્યે દમણ કંપનીમાં નોકરીએ જાઉં છું એમકહી ઘરેથી નીકળ્યા હતા પરંતુ નોકરીએ પહોંચ્યા ન હતા અને કોઈ અગમ્ય કારણસર કશે જતા રહી ગુમ થયા છે. તેમનીશોધખોળ કરતા તેમની કોઈ ભાળ મળી નથી અને તેઓ આજદિન સુધી પરત ફર્યા નથી. ગુમ વંદના મજબૂત બાંધો, ગૌરવર્ણ અને ૫ ફૂટ ૪ ઈંચ ઉંચાઈ ધરાવે છે. તેમણે આછા બ્લ્યુ કલરની કુર્તી અને કાળા કલરની લેગિંગ્સ પહેરેલી હતી. જો કોઈને પણ આ યુવતીની ભાળ મળે તો વાપી ટાઉન પોલીસ સ્ટેશનનો ૯૩૨૮૨૫૦૪૦૪, ૬૩૫૯૬૨૬૧૨૫, પોલીસ કંટ્રોલરૂમ નં.-૦૨૬૩૨–૨૫૩૩૩૩/૨૪૨૯૦૦ અને ઈ–મેઈલ એડ્રેસ sp-val@gujarat.gov.in પર સંપર્ક કરી જાણ કરવા અખબારીયાદીમાં જણાવાયું છે.











