સલાયા લોહાણા મહાજન આયોજિત નવરાત્રી મહોત્સવના પાંચમા નોરતે એએસપી પ્રખર કુમાર સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી

સલાયા લોહાણા મહાજન આયોજિત નવરાત્રી મહોત્સવના પાંચમા નોરતે એએસપી પ્રખર કુમાર સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી

જામનગર

(નયના દવે દ્વારા)

સમિતિ દ્વારા મહાનુભાવોનું સન્માન કરાયું, લોહાણા મહાજનની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી

સલાયા : સલાયા લોહાણા મહાજન દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવના પાંચમા નોરતે ખંભાળિયા ડિવિઝનના એએસપી પ્રખર કુમાર સહિત અનેક મહાનુભાવોએ ખાસ ઉપસ્થિતિ નોંધાવી હતી. આ પ્રસંગે નવરાત્રી સમિતિના આગેવાનો દ્વારા તમામ મહાનુભાવોનું ઉષ્માભેર સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે એએસપી પ્રખર કુમારે સલાયા લોહાણા મહાજન દ્વારા કરવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે જાણકારી મેળવી હતી અને સમાજ દ્વારા કરવામાં આવતી સેવાકીય કામગીરીને બિરદાવી હતી.

આ ઉપરાંત ખંભાળિયાના વિદ્વાન ધારાશાસ્ત્રી વિજયભાઈ કાનાબાર, ગ્રીન ખંભાળિયાના ડૉ. પડ્યા, આંખના નિષ્ણાત સર્જન ડૉ. ઉત્સવ પડ્યા, માનવ સેવા સમિતિના મનુભાઈ પાબારી તેમજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા સહિત અનેક મહાનુભાવોએ નવરાત્રી મહોત્સવની મુલાકાત લીધી હતી.

નવરાત્રી સમિતિના આગેવાનો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. ધાર્મિક માહોલમાં યોજાઈ રહેલા આ નવરાત્રી મહોત્સવમાં મહાનુભાવોની ઉપસ્થિતિએ ઉત્સાહમાં વધારો કર્યો હતો. સલાયા લોહાણા મહાજન દ્વારા ધાર્મિક પરંપરાની જાળવણી સાથે કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓની પણ ઉપસ્થિત મહાનુભાવોએ પ્રશંસા કરી હતી.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો