જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ક્લસ્ટર કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન તા. ૧૪/૧૦/૨૦૨૬, બુધવારના રોજ પડાણા પાટીયા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યું હતું.

જામનગર
(નયના દવે દ્વારા)
આ પ્રદર્શનમાં ક્લસ્ટરની ૭ શાળાઓના બાળકોએ કુલ ૨૩ વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરી હતી. બાળ વૈજ્ઞાનિકોએ પર્યાવરણ, સૌર ઉર્જા, જળ સંરક્ષણ જેવા વિષયો પર આકર્ષક મોડલ બનાવ્યા હતા.
આ પ્રસંગે જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વિપુલ મહેતા સાહેબ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી, સી.આર.સી. કો-ઓર્ડીનેટર શ્રીમતી વી. એમ. જાની, પડાણા પાટીયાના આચાર્ય શ્રી સંજયભાઈ સહિત શિક્ષકગણ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમમાં દીપક ફાઉન્ડેશનના ગ્રામ શિક્ષા પ્રોજેક્ટના શિક્ષકો દ્વારા નિર્ણાયક તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંપૂર્ણ માર્ગદર્શન શ્રીમતી વિશાખા વ્યાસ દ્વારા આપવામાં આવ્યું હતું.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વિપુલ મહેતા સાહેબ દ્વારા બાળકો સાથે હળવો સંવાદ કરવામાં આવ્યો હતો અને વિજ્ઞાનની ઊંડાણપૂર્વકની સમજ ખૂબ જ હાસ્ય સાથે પીરસવામાં આવી હતી, જે બાળકોને ખૂબ જ ગમ્યું અને નવું જાણવા મળ્યું. અંતે તમામ બાળકોને ભોજન, પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન સી.આર.સી. શ્રીમતી વી. એમ. જાની તથા પડાણા પાટીયા શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.











