થનગનાટ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત નવરાત્રી મહોત્સવ-2026માં ગરબાનો અનોખો રંગ જામ્યો છે. પરંપરા, સંસ્કૃતિ અને ઉત્સવના અનોખા સંગમ સમાન આ મહોત્સવમાં ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ઢોલના તાલે અને સંગીતની સૂરાવલીઓ વચ્ચે રંગબેરંગી રોશની અને ભવ્ય આયોજનથી નવરાત્રીના માહોલમાં ચાર ચાંદ લાગી ગયા છે. કેશોદમાં થનગનાટ નવરાત્રી મહોત્સવ ઉત્સવપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.આ પ્રસંગે પૂર્વ મંત્રી શ્રી દેવાભાઈ માલમ અને હાલત ધારાસભ્ય સાથે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી પ્રતિક્ષાબેન દેવળીયાએ પણ ગરબે ઘૂમીને માહોલને વધુ રંગીન બનાવ્યો હતો. રાજકીય આગેવાનોની ઉપસ્થિતિએ મહોત્સવના આકર્ષણમાં વધારો કર્યો હતો.પરિવાર સાથે બાળ મનોરંજન નું પણ ભવ્ય આયોજન એકજ સ્થળે લોકો થનગનાટ નવરાત્રી માણવા મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા.કેશોદની ધરતી પર ગરબાનો રંગ, સંસ્કૃતિનો સંગ અને થનગનાટનો અનોખો ઉમંગ છવાયો છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ












