આજે પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી કોનું ભાવિ નક્કી થશે

દિયોદર APMC ની બોર્ડ ઓફ ડિરેક્ટર ની ચૂંટણી નું શાંતિપૂર્ણ માહોલમાં 91.27 % મતદાન થયું 
પ્રતિનિધિ – દિયોદર ફોટો.. અહેવાલ કલ્પેશ બારોટ
* ખેડૂત વિભાગની 10 વહેપારી વિભાગની 4 તેમજ ખરીદ વેચાણ સંઘની 2 બેઠકો પર 24 ઉમેદવારો મેદાને
• વહેલી સવારે મતદાન શરૂ થયું સાંજે મતદાન પૂર્ણ થતા હાશકારો
દિયોદર APMC માર્કેટ યાર્ડ ખાતે આજે બોર્ડ ઓફ ડિરેક્ટર પદની ચૂંટણી ને લઈ વહેલી સવારથી જ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાયું હતું જેમાં કુલ 91.27% ટકા જેટલું મતદાન નોંધાયું હતું આજે દિયોદર APMC માર્કેટ યાર્ડ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે
દિયોદર APMC ની બોર્ડ ઓફ ડિરેક્ટર પદની ચૂંટણી જાહેર થયા બાદ ખેડૂત વિભાગની 10 બેઠકો પર 15 ઉમેદવાર,વેપારી વિભાગની 4 બેઠકો પર 6 ઉમેદવાર તેમજ ખરીદ વેચાણ સંઘની 2 બેઠકો પર 3 ઉમેદવાર કુલ 16 બેઠકો માટે 24 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા જેમાં આજે શુક્રવાર ના રોજ દિયોદર APMC માર્કેટ યાર્ડ ખાતે પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલ માં મતદાન યોજાયું હતું કુલ 2440 મતદારો પૈકી 2227 મતદારોએ બોર્ડ ઓફ ડિરેક્ટર પદની બેઠકો પર મતદાન કરી ઉમેદવારનું ભાવિ નક્કી કર્યું હતું અંદાજીત 91.27 % સરેરાશ મતદાન યોજાયું હતું જેમાં આજે શનિવાર ના રોજ દિયોદર APMC માર્કેટ યાર્ડ ખાતે પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવશે
*પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન
આજે શુક્રવાર ના રોજ દિયોદર APMC માર્કેટ યાર્ડ ખાતે પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું હતું કુલ 2440 મતદારો પૈકી 2227 મતદારોએ મતદાન કર્યું હતું આજે મતગણતરી હાથ ધરનાર છે જેમાં પરિવર્તન કે પછી પુનરાવર્તન થશે તેને લઈ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે










