Rajkot: ટ્રાન્સપોર્ટ વાહનોની GJ 03 CV સિરીઝના પસંદગીના નંબરોનું તા. ૨૧ ઓક્ટોબર થી ઓનલાઈન રી ઈ-ઓક્શન

તા.૧૬/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, ટ્રાન્સપોર્ટ (પેસેન્જર અને ગૂડ્સ રીક્ષા) પ્રકારના વાહનોને લગતી GJ 03 CV સિરીઝનું રી ઈ-ઓક્શન આગામી તા. ૨૧/૧૦/૨૦૨૬ થી શરૂ કરવામાં આવનાર છે. જે વાહન માલિકો પોતાના વાહન માટે પસંદગીના નંબર (ગોલ્ડન-સિલ્વર) મેળવવા ઈચ્છતા હોય, તેઓ વેબસાઈટ parivahan.gov.in/fancy પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ઈ-ઓક્શનની પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.

ઓનલાઈન એપ્લિકેશન કરવાની પ્રક્રિયા તા. ૨૧/૧૦/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકથી તા. ૨૪/૧૦/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાક સુધી ચાલશે. ત્યારબાદ ઓનલાઈન હરાજી પ્રક્રિયા તા. ૨૪/૧૦/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૧ કલાકથી તા. ૨૬/૧૦/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાક સુધી ચાલશે. આ બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, તા. ૨૬/૧૦/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૧૫ કલાકે ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવશે.

આ ઓનલાઈન હરાજી પ્રક્રિયામાં ભાગ લેવા માટે અરજદારોએ પરિવહન વિભાગની વેબસાઈટ parivahan.gov.in પર જઈને ઓનલાઈન સર્વિસ મેનુ અંતર્ગત ‘Fancy Number Booking’ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ ‘Public User’ તરીકે લોગઈન આઈ.ડી. બનાવીને ઓનલાઈન C.N.A. ફોર્મ ભરવાનું રહેશે. અરજદારે પોતાની પસંદગીનો નંબર સિલેક્ટ કરી નિયત કરવામાં આવેલી ફી ઓનલાઈન ચૂકવવાની રહેશે, જે બાદ જ તેઓ હરાજી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.

હરાજીમાં પસંદગીનો નંબર મેળવ્યા બાદ, અરજદારે પાંચ દિવસમાં હરાજીની બાકી રકમ ભરવાની રહેશે અને ત્યારબાદ જ આર.ટી.ઓ. કચેરીએથી જરૂરી મંજૂરી મેળવીને સત્તાવાર નંબર પ્રાપ્ત કરવાનો રહેશે. વાહન ખરીદી અથવા વેચાણની તારીખથી સાત દિવસની અંદર અરજદારે C.N.A. ફોર્મ ઓનલાઇન ભરેલ હોવું ફરજિયાત છે. નિયત સમય મર્યાદા બહાર આવેલી અરજી કચેરી દ્વારા માન્ય રાખવામાં આવશે નહીં, જેની તમામ વાહન માલિકોએ નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, રાજકોટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

53
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો