Rajkot: ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમમાં અરજદારોએ મંચ પર આપેલો પ્રતિભાવ

તા.૧૬/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

મારા પિતાએ ભારતમાં સુરક્ષિત જીવન જીવવાનું સ્વપ્ન સેવ્યું હતું, જે આજે સાકાર થયું છે : શ્રી મનવંત્રી મહેશ્વરી

Rajkot: ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરનારા શ્રી મનવંત્રી મહેશ્વરીએ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાનથી આવ્યા બાદ ૧૮ વર્ષની પ્રતિક્ષાનું આજે સુખદ પરિણામ મળ્યું છે. અગાઉ ભારતીય નાગરિકતા ન હોવાને કારણે અભ્યાસ તેમજ કાસ્ટ સર્ટિફિકેટ જેવી બાબતોમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો અને સ્કોલરશિપથી પણ વંચિત રહેવું પડ્યું હતું, પરંતુ હવે સી.એ.એ.ના અમલીકરણથી આ તમામ મુશ્કેલીઓનો કાયમી અંત આવ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજથી અમે ગર્વથી કહી શકીશું કે અમે ભારતીય છીએ. મારા પિતાએ ભારતમાં સુરક્ષિત જીવન જીવવાનું સ્વપ્ન સેવ્યું હતું, જે આજે સાકાર થયું છે. આ તકે તેમણે ભારત સરકાર, ગુજરાત સરકાર તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

શ્રી મનવંત્રી મહેશ્વરી
                              શ્રી મનવંત્રી મહેશ્વરી
શ્રી જ્યોતિબેન મહેશ્વરી
                         શ્રી જ્યોતિબેન મહેશ્વરી

ભારતીય નાગરિકતા મેળવીને ખૂબ જ ગર્વ અનુભવી રહી છું : શ્રી જ્યોતિબેન મહેશ્વરી

પાકિસ્તાનના કરાંચીથી વર્ષ ૨૦૦૮માં ભારત આવેલા અને લાંબા સમયથી રાજકોટમાં રહેતા પરિવારને ભારતીય નાગરિકતા પ્રાપ્ત થઈ છે. આ અવસરે શ્રી જ્યોતિબેને ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજે ભારતીય નાગરિકતા મેળવીને ખૂબ જ ગર્વ અનુભવી રહી છું. તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો આભાર માનતા કહ્યું હતું કે, ભારત સરકારે નાગરિકતા મેળવવાની તક પૂરી પાડી છે. તેમણે ઉમેર્યું હતું કે, અમે ત્રણ બહેનો છીએ અને સરકારના સહયોગ અને નીતિઓને કારણે આત્મનિર્ભર છીએ. આજે અમે જે પણ શિક્ષણ પૂર્ણ કર્યું છે અથવા જે પણ સિદ્ધિઓ મેળવી છે, તે બધું જ સરકારના સહકારને આભારી છે.

53
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો