નર્મદા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકતાનગરની મુલાકાતે, રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી

નર્મદા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકતાનગરની મુલાકાતે, રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી

 

‘એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬’ના શુભારંભે મુખ્યમંત્રીશ્રીએ એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની મુખ્ય પરેડના સ્થળનું નિરીક્ષણ કરી તૈયારીઓ અંગે માર્ગદર્શન આપ્યું

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે આગામી તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ એકતાનગર ખાતે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની પૂર્વતૈયારીઓના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે એકતાનગરની મુલાકાત લીધી હતી.

‘એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬’ના શુભારંભ પ્રસંગે એકતાનગર પધારેલા મુખ્યમંત્રીએ આરોગ્ય વન ખાતે સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમો, આયોજન અને વહીવટી વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય એકતા દિવસની મુખ્ય પરેડ યોજાનારા સ્થળની મુલાકાત લઈ ત્યાં કરવામાં આવી રહેલી તૈયારીઓ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, ઉજવણી દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમો તથા મુલાકાતીઓની સુવિધા માટે કરવામાં આવી રહેલી વ્યવસ્થાઓની પણ સમીક્ષા કરી હતી.

સરદાર સાહેબની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સુચારુ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓ પાસેથી તૈયારીઓની વિગતો મેળવી જરૂરી સૂચનો આપ્યાં હતાં.

54
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો