મોડાસા – ચિરંજીવી અનંત રાસ ખાતે નવરાત્રિ દરમિયાન મતદાર જાગૃતિનો નવતર પ્રયોગ, ગરબે રમતા ખેલૈયાઓને અપાયો સંદેશ

અરવલ્લી

અહેવાલ –  હિતેન્દ્ર પટેલ

મોડાસા – ચિરંજીવી અનંત રાસ ખાતે નવરાત્રિ દરમિયાન મતદાર જાગૃતિનો નવતર પ્રયોગ, ગરબે રમતા ખેલૈયાઓને અપાયો સંદેશ

ચિરંજીવી પાર્ટી પ્લોટ ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે ઓડિયો સંદેશ દ્વારા જાગૃતિ ફેલાવાઈ

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં નવરાત્રિના પર્વ દરમિયાન મતદાર જાગૃતિ ફેલાવવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. મોડાસાના ચિરંજીવી પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રિમાં ગરબે રમતા ખેલૈયાઓને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

મતદાર યાદી સુધારણા કાર્યક્રમને લઈને ઓડિયો સંદેશ દ્વારા મતદારોને જરૂરી માહિતી અને જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. નવરાત્રિ જેવા લોકપ્રિય ઉત્સવના માધ્યમથી મોટી સંખ્યામાં લોકો સુધી મતદાર જાગૃતિનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે મોડાસા મામલતદાર ગોપીબેન પણ ચિરંજીવી પાર્ટી પ્લોટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે છઠ્ઠા નોરતે મા જગદંબાની આરાધના સાથે ગરબે ઘૂમી નવરાત્રિની ઉજવણીમાં ભાગ લીધો હતો.નવરાત્રિના ઉત્સવ સાથે મતદાર જાગૃતિને જોડીને યોજાયેલા આ પ્રયાસથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો હેતુ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો