કલ્યાણપુર તાલુકાના રાવલ કન્યાશાળાની વિદ્યાર્થીની વકતૃત્વ સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમ ક્રમે વિજેતા બની

કલ્યાણપુર તાલુકાના રાવલ કન્યાશાળાની વિદ્યાર્થીની વકતૃત્વ સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમ ક્રમે વિજેતા બની

 દેવભૂમિ દ્વારકા

(નયના દવે દ્વારા)

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત શાળા, તાલુકા અને જિલ્લા કક્ષાએ ચિત્ર રંગોળી ,વક્તૃત્વ સ્પર્ધાઓનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં ઉત્તરોત્તર કક્ષાએ વિજેતા બની કલ્યાણપુર તાલુકાની રાવલ કન્યાશાળાની વિદ્યાર્થીની અમદાવાદમાં ટાગોર હોલ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની સ્પર્ધા અને ચિત્ર પ્રદર્શનમાં ભાગ લીધો હતો. રાવલ કન્યાશાળા ૧ ની ધોરણ ૭ ની આ વિદ્યાર્થીની આયાતનો વક્તૃત્વ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર આવ્યો છે. તેમને મંત્રીશ્રી પ્રદ્યુમન વાજા અને મંત્રીશ્રી રિવાબા જાડેજા દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલ વિદ્યાર્થીની આયાતને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ સમગ્ર શિક્ષણ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યાં છે.

54
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો