લોકશાહી માટે અવાજ ઉઠાવતી મહિલાઓ અને વિદ્યાર્થીઓ સાથે પોલીસ બર્બરતાપૂર્વક વર્તી રહી છે. : રાહુલ ગાંધી

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ સામે મોરચો ખોલ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને દિલ્હી પોલીસની હાલની કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, લોકશાહી માટે અવાજ ઉઠાવનારી છાત્રાઓ અને મહિલાઓ સાથે પોલીસની બર્બરતા શરમજનક હદો પાર કરી રહી છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં કહ્યું કે, ‘યૌન ઉત્પીડન, કપડાં ખેંચવા અને પ્રાઇવેટ અંગો પર હુમલો – લોકશાહી માટે અવાજ ઉઠાવનારી છાત્રાઓ અને મહિલાઓ સાથે દિલ્હી પોલીસની બર્બરતા શરમજનક હદો પાર કરી રહી છે.’ આ પોસ્ટની સાથે રાહુલ ગાંધીએ એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેઓ અલગ-અલગ પીડિતો સાથે વાતચીત કરતાં નજરે પડે છે.

પ્રદર્શનકારીઓ સાથેના કથિત દુર્વ્યવહાર પર વાત કરતાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ‘આ બધું અવાજોને દબાવવાના એ ષડયંત્રનો હિસ્સો છે, જેમાં એટલું ડરાવી દો, એટલું અપમાનિત કરો કે કોઈ ફરી સવાલ ઉઠાવવાની હિમ્મત જ ન કરે.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર હુમલો કરતાં તેમણે વધુમાં કહ્યું કે, ‘મોદી-શાહ જાણે છે કે જે દિવસે સત્તા હાથમાંથી ગઈ, તે દિવસે તેમની મનમાનીની કહાની ખતમ. તેમનો આ જ ડર પોલીસ સુધી પહોંચે છે અને હિંસા બનીને દેશના યુવાનો અને મહિલાઓ પર તૂટી રહ્યો છે.’

54
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો