બોડેલીના ખોડિયાર માતાજીના ચોકમાં સાતમા નોરતે ગરબાની રમઝટ, રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવાએ માતાજીનાં દર્શન કરી ગરબામાં હાજરી આપી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ઠેર-ઠેર ગરબાના આયોજનો થઈ રહ્યા છે, ત્યારે બોડેલીના ખોડિયાર માતાજીના મંદિરના ચોકમાં સાતમા નોરતે ગરબાનો રંગ જામ્યો હતો. નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગામે-ગામ અને શહેરે-શહેર ગરબા મેદાનો તેમજ શેરીઓમાં ખેલૈયાઓનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. પરંપરાગત ગરબાની રમઝટ સાથે માતાજીની આરાધના અને ભક્તિભાવના માહોલમાં લોકો મોટી સંખ્યામાં જોડાઈને નવરાત્રિની ઉજવણી કરી રહ્યા છે. આ દરમિયાન રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવા બોડેલીના ખોડિયાર માતાજીના મંદિર ખાતે આયોજિત ગરબામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખોડિયાર માતાજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને નવરાત્રિના પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. સાતમા નોરતે ખોડિયાર માતાજીના ચોકમાં ખેલૈયાઓએ ઉત્સાહભેર ગરબા રમી ભક્તિ અને પરંપરાના અનોખા સંગમ સાથે નવરાત્રિના રંગને વધુ ઉજળો બનાવ્યો હતો. સમગ્ર બોડેલીમાં નવરાત્રિને લઈને ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.

રિપોર્ટર તોસીફ ખત્રી

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો