વિજાપુર મણિપુરા રોડ ઉપર આવેલ એકતા, પ્રગતિ અને અંબર સોસાયટીમાં નવરાત્રિની રંગત વેશભૂષા કાર્યક્રમમાં રહીશોએ ઉત્સાહભેર લીધો ભાગ, સામાજિક એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો

વિજાપુર મણિપુરા રોડ ઉપર આવેલ એકતા, પ્રગતિ અને અંબર સોસાયટીમાં નવરાત્રિની રંગત
વેશભૂષા કાર્યક્રમમાં રહીશોએ ઉત્સાહભેર લીધો ભાગ, સામાજિક એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યોH
વિજાપુર તા
નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે વિજાપુર મણિપુરા રોડ ઉપર આવેલ એકતા, પ્રગતિ અને અંબર સોસાયટીના રહીશો દ્વારા વેશભૂષા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણેય સોસાયટીના રહીશોએ એકસાથે મળીને નવરાત્રિ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સવનો માહોલ છવાયો હતો.
કાર્યક્રમમાં બાળકોથી લઈને યુવાનો અને અન્ય રહીશોએ વિવિધ આકર્ષક વેશભૂષા ધારણ કરીને ભાગ લીધો હતો. પરંપરાગત વેશભૂષા સાથે ગરબે ઘૂમતા રહીશોએ નવરાત્રિના રંગને વધુ જીવંત બનાવ્યો હતો. સંગીત અને ગરબાની રમઝટ વચ્ચે સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ઉત્સવની ખુશીઓ વહેંચી હતી.
ત્રણેય સોસાયટીના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને સહમંત્રીએ કાર્યક્રમના આયોજનમાં સુંદર ભૂમિકા ભજવી હતી. તેમના આયોજનથી ત્રણેય સોસાયટીના રહીશોને સાથે મળીને તહેવારની ઉજવણી કરવાની તક મળી હતી.
આ કાર્યક્રમ માત્ર નવરાત્રિની ઉજવણી પૂરતો સીમિત ન રહેતાં સામાજિક એકતા, પરસ્પર સહકાર અને ભાઈચારાનું પ્રતીક બન્યો હતો. ત્રણેય સોસાયટીના રહીશોએ સાથે મળીને ઉત્સવની ઉજવણી કરી સમાજમાં એકતા અને સંપની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

રણાસણ પટેલ આર.કે. હાઈસ્કૂલમાં નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી પરંપરાગત પોશાકમાં સજ્જ વિદ્યાર્થીઓએ ડી.જે.ના તાલે ગરબાની રમઝટ બોલાવી બેસ્ટ એક્શન અને બેસ્ટ ડ્રેસિંગમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરાયા

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો