પાવાગઢ ખાતે આઠમા નોરતે મંગળા આરતીમાં માઇભક્તોનું મહેરામણ ઉમટ્યું,જય માતાજી’ના નાદથી ગુંજી ઉઠ્યો ડુંગર

રિપોર્ટર.કાદિર દાઢી.હાલોલ

તા.૧૮.૧૦.૨૦૨૬

યાત્રાધામ અને પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે નવરાત્રીના આઠમા નોરતે વહેલી સવારે યોજાયેલી મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા મહાકાળીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.આજે રવિવારની રજા હોવાથી દર્શાનાર્થીઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા અર્થે મંદિરના કપાટ વહેલી સવારે જ ખોલી દેવામાં આવ્યા હતા. તળપટીથી લઈને મંદિર પરિસર સુધી ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. આસો નવરાત્રીના પવિત્ર અવસરે ભક્તોના હર્ષોલ્લાસ અને “જય માતાજી”ના જયઘોષથી સમગ્ર પાવાગઢ ડુંગર અને મંદિર પરિસર ભક્તિમય માહોલમાં ગુંજી ઉઠ્યું હતું.ઉલ્લેખનીય છે કે, પાવાગઢ ખાતે આસો નવરાત્રી નિમિત્તે યોજાતો પરંપરાગત અષ્ટમી હવન પૂજાનો કાર્યક્રમ આવતીકાલે સોમવારે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે કરવામાં આવશે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો