હાલોલ તાલુકાના વાઘબોડ ખાતે ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૮.૧૦.૨૦૨૬

GCERT પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પંચમહાલ માર્ગદર્શિત હાલોલ તાલુકાના બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન- ૨૦૨૬/૨૭ નું આયોજન હાલોલ તાલુકાની વાઘબોડ પ્રાથમિક શાળા ખાતે આયોજિત કરવામાં આવ્યુ હતુ.જેમાં બાલ વૈજ્ઞાનિક દ્વારા હાલોલ તાલુકાના 18 ક્લસ્ટરની 90 કૃતિઑ રજુ કરવામાં આવી હતી.કાર્યક્રમના ઉદ્ઘાટક અને અધ્યક્ષ તરીકે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, હાલોલ પ્રાંત અધિકારી જીગ્નેશ પટેલ, હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ નીરૂબેન બારીયા , જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા, હાલોલ તાલુકા ભા.જ.પા. પ્રમુખ જયેન્દ્રસિંહ ચૌહાણ, હાલોલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રવિણસિંહ પરમાર, કારોબારી અધ્યક્ષ ગોપાલભાઈ બારીયા, જિલ્લા પંચાયત સદસ્ય મીનાબેન પરમાર, કારોબારી અધ્યક્ષ દંડક અશોકભાઈ બારીયા, પૂર્વ કારોબારી અધ્યક્ષ અને આ વિસ્તારના અગ્રણી ચંદુભાઈ બારીયા, સંગઠનના મહામંત્રી દિલીપસિંહ રાઠોડ, રમણભાઈ બારીયા, પંચમહાલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તરફથી ઉપસ્થિત લાયઝન અધિકારી સુરેશભાઈ હઠીલા, હાલોલ તાલુકાના શૈક્ષિક મહાસંઘ અને ઘટક સંઘ તથા HTAT સુચિત સંઘના તમામ હોદેદારો ઓ, 18 સી. આર. સી. કેન્દ્રમાંથી પધારેલા 180 બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ઉપસ્થિત રહ્યા.પંચમહાલ જિલ્લાના અતિ અંતરીયાળ વિસ્તારમાં પ્રથમ વખતે વાઘબોડ પ્રાથમિક શાળાની ગણિત અને વિજ્ઞાન પ્રદર્શનનું સ્થળની ફાળવણી થતાં વાઘબોડ ની આજુબાજુની જનતા, સરપંચઓ, અંતરીયાળ વિસ્તારની તમામ શાળાઓના શિક્ષકો અને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. બે દિવસીય વિજ્ઞાન મેળામાં આજુબાજુની પ્રાથમિક શાળાના બાળકોએ કૃતિ નિહાળવાનો લાભ લીધો. હાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જયદીપભાઈ ભાટીયા, બી. આર સી. કો ઓર્ડિનેટર ધર્મેન્દ્રસિંહ ખાંટ, સી.આર.સી. કો. ઓર્ડિનેટર તમામ, વાઘબોડ પગારકેન્દ્ર ના આચાર્ય ચેતનભાઈ પટેલ અને વાઘબોડ પગારકેન્દ્ર ના તમામ શિક્ષકો તેમજ તમામ સમિતિમાં નિમાયેલા શિક્ષકોએ ખુબ જ ખંતપૂર્વક મહેનત કરી કાર્યક્રમ ને સફળ બનાવ્યો તે બદલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સૌનો આભાર વ્યક્ત કરે છે. ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારે શિક્ષણ પ્રત્યે શિક્ષકોની મહેનતને બિરદાવી હતી.તેમજ સ્ટેજ પરથી વાઘબોડ પ્રાથમિક શાળાની બાલિકા જે જીલ્લા કક્ષાના કલા મહોત્સવમાં વિજેતા બની હતી તેનું ધારાસભ્યના હસ્તે સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જે વાઘબોડ માટે અતિ ગૌરવની વાત હતી. સમગ્ર કાર્યક્રમનું સ્થાનિક પરિસ્થતિ મુજબ ચેતનભાઈ પટેલ સાહેબે ખુબ જ ટુંકા સમય ગાળામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. મંડપ માટે ચરણદાસ બારીયા એ સારો સહકાર આપ્યો તે બદલ આભાર. ખાસ કરીને ગરમીના માહોલમાં વાઘબોડ પ્રાથમિક શાળાની બાલિકાઓએ જલ સેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.કાર્યક્રમના અંતે હાલોલ તાલુકાના મામલતદાર સંદીપ રૈયાની પધારી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ બિરદાવ્યો હતો.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો