રણાસણ પટેલ આર.કે. હાઈસ્કૂલમાં નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી પરંપરાગત પોશાકમાં સજ્જ વિદ્યાર્થીઓએ ડી.જે.ના તાલે ગરબાની રમઝટ બોલાવી બેસ્ટ એક્શન અને બેસ્ટ ડ્રેસિંગમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરાયા

રણાસણ પટેલ આર.કે. હાઈસ્કૂલમાં નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી
પરંપરાગત પોશાકમાં સજ્જ વિદ્યાર્થીઓએ ડી.જે.ના તાલે ગરબાની રમઝટ બોલાવી
બેસ્ટ એક્શન અને બેસ્ટ ડ્રેસિંગમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરાયા
વિજાપુર તા..
વિજાપુર તાલુકાના રણાસણ ગામે આવેલી પટેલ આર.કે. હાઈસ્કૂલ ખાતે નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે ભક્તિ, આસ્થા અને ઉત્સાહભર્યા માહોલમાં રાસ-ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત તહેવારો પ્રત્યે જાગૃતિ કેળવવાના હેતુથી યોજાયેલા આ મહોત્સવમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમનો પ્રારંભ માતાજીની આરતી સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ તેમજ શાળાના સ્ટાફગણ રાસ-ગરબામાં જોડાયા હતા. વિદ્યાર્થીઓ પરંપરાગત ચણિયાચોળી, કેડિયાં અને કુર્તા જેવા રંગબેરંગી પોશાકમાં સજ્જ થઈને આવ્યા હતા. ડી.જે.ના તાલે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણને ભક્તિમય અને ઉત્સવમય બનાવી દીધું હતું.
મહોત્સવ દરમિયાન બેસ્ટ એક્શન અને બેસ્ટ ડ્રેસિંગ કેટેગરીમાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ધોરણ-12ના જે વિદ્યાર્થીઓએ ડી.જે. અને પ્રસાદની વ્યવસ્થા માટે દાન આપ્યું હતું, તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
શાળાના આચાર્ય આર.જે. વિહોલે કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફગણને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ વિદ્યાર્થીઓના ઉત્સાહ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સહભાગિતાને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમથી શાળામાં નવરાત્રિનો ઉત્સાહ છવાયો હતો.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો