થરા પંથક માટે આરોગ્ય ક્રાંતિ: કે.જી.હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી સેવાઓ નો શુભારંભ,,,હવે સારવાર માટે પાટણ-ડીસા જવાની જરૂર નહીં…

ઓગડ અને કાંકરેજ તાલુકાના મુખ્ય મથક એવા થરા શહેર અને આસપાસના 50 થી વધુ ગામો માટે આરોગ્ય ક્ષેત્રે આજે એક ઐતિહાસિક દિવસ છે. થરા ના દિયોદર રોડ ઉપર આવેલી જાણીતી કે.જી. હોસ્પિટલ ખાતે અત્યાધુનિક *M.D. મેડિસિન અને સ્ત્રી રોગ (M.S. ગાયનેક)* વિભાગનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે.અત્યાર સુધી થરા, ઓગડ, કાંકરેજ,વાવ,થરાદ વિસ્તારના લોકોને હાર્ટ એટેક, બી.પી., ડાયાબિટીસ,છાતીમાં દુખાવો જેવી ગંભીર બીમારીઓ અને મહિલાઓને પ્રસૂતિ, ગાયનેકની જટિલ સારવાર માટે 60-70 કી. મી દૂર પાટણ કે ડીસા સુધી દોડવું પડતું હતું.ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને સમય અને પૈસાનો મોટો ભોગ આપવો પડતો હતો.પરંતુ હવે આ તમામ નિષ્ણાત સેવાઓ થરામાં જ ઘર આંગણે મળશે.
*કઈ કઈ સેવાઓ શરૂ થઈ?*
હોસ્પિટલના સંચાલક *ડૉ. રાજેશભાઈ બ્રહ્મભટ્ટ (D H M S. )* એ જણાવ્યું હતું કે –
1. *ડૉ. કોકિલા ચૌધરી (M.S. ગાયનેકોલોજિસ્ટ):* મહિલાઓની તમામ પ્રકારની તપાસ,નોર્મલ અને સિઝેરિયન પ્રસૂતિ, વંધ્યત્વ નિવારણ અને ગાયનેક ઓપરેશન.
2. *ડૉ. હસમૂખ ચૌધરી (M.D. મેડિસિન):* હૃદય રોગ,બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, થાઈરોઈડ, કિડની અને ફેફસાં ને લગતી તમામ મેડિસિન સારવાર અને 24×7 ઈમરજન્સી સેવા.શુભારંભ પ્રસંગે સમગ્ર પંથકના રાજકીય,સામાજિક,તબીબી, વેપારી અને શિક્ષણ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.થરા સ્ટેટમાજી રાજવી એવમ પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, માર્કેટયાર્ડ થરાના સેક્રેટરી હસુભાઈ ચૌધરી,વિનય વિધા મંદિર થરા આચાર્ય હરેશભાઈ ચૌધરી,શિક્ષક એમ. વી. પટેલ, ઓગડ ખરીદ વેચાણ સંઘના ચેરમેન હર્ષદભાઈ શાહ, સુખદેવસિંહ સોઢા, હરગોવણભાઈ શિરવાડીયા, કોર્પોરેટર રફિકભાઈ મન્સૂરી, વિક્રમસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા,સિનિયર તબીબો ડૉ.નટુભાઈ ઠક્કર,ડૉ. હસમૂખ દરજી,ઉમેશભાઈ પ્રજાપતિ, ડૉ.પ્રણય બ્રહ્મભટ્ટ સહિત વિશાળ સંખ્યામાં લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી.પત્રકાર મિત્રો અમૃત ઠાકોર, અનુપજી ઠાકોર,નટુભાઈ પ્રજાપતિ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530











