
શેરપુરમાં નવરાત્રી પર્વે ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ

મનનભાઈ દાણી અને જય થડેશ્વરે ગામની માતાઓ-બહેનો સાથે માથે ગરબો લઈ ગરબે ઘૂમ્યા
શેરપુર: નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શેરપુર ગામમાં ભક્તિ, ઉત્સાહ અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ગામમાં ભાજપા ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયાના પૂર્વ કન્વીનર શ્રી મનનભાઈ દાણી તથા ગુજરાતના સુપ્રસિદ્ધ પોડકાસ્ટર શ્રી જય થડેશ્વરનું સ્નેહભર્યું આગમન થતાં ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.
આ પ્રસંગે મનનભાઈ દાણી અને જય થડેશ્વરે ગામની માતાઓ અને બહેનો સાથે માથે ગરબો લઈ મા આદ્યશક્તિની આરાધના કરી હતી. પરંપરાગત રીતે ગરબે ઘૂમી તેમણે નવરાત્રીના ઉત્સવમાં સહભાગી બની ભક્તિભાવ અને ગુજરાતી સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
મહાનુભાવોની સાદગી અને ગામની પરંપરાઓ પ્રત્યેના આદરથી ઉપસ્થિત લોકોમાં આનંદ જોવા મળ્યો હતો. નવરાત્રીના પાવન પર્વે યોજાયેલી આ ઉજવણી શેરપુર ગામ માટે યાદગાર બની રહી હતી.
ગામમાં પધારીને નવરાત્રીના ઉત્સવને વિશેષ બનાવનાર બંને મહાનુભાવોનો ગ્રામજનો દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.










